ટોકિયો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર રવિ રહે છે 4 પહેલાવનો સાથે એક નાના એવા રૂમની અંદર, તસવીરો જોઈને ભાવુક થઇ જશો

ટોકિયો ઓલમ્પિકમાં મેડલ જીતનારાની ચર્ચાઓ આખા દેશની અંદર થઇ રહી છે. ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાનું નામ તો આજે દરેક મોઢા ઉપર જોવા મળે છે. ત્યારે આ ઓલમ્પિકમાં જ સિલ્વર મેડલ જીતનાર રવિ દહીયાના પણ લોકો ભરપૂર વખાણ કરી રહ્યા છે. રવિ દહિયાએ ઓલમ્પિકમાં પુરુષોના 57 કિલો ફ્રી સ્ટાઇલ કુશિતમા સિલ્વર મેડલ જીતીને પોતાની તાકાતનું પ્રમાણ સાબિત કરી આપ્યું.

હરિયાણાના સોનીપત જિલ્લાના નાહરી ગામમાં જન્મેલ રવિ દહિયા દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં પ્રશિક્ષણ લે છે. જ્યાંથી ભારતને બે ઓલમ્પિક પદક વિજેતા શુશીલ કુમાર અને યોગેશ્વર દત્ત મળી ચુક્યા છે.આ સ્ટેડિયમની અંદર રવિ જે રૂમની અંદર રહે છે તેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે.

છત્રસાલ સ્ટેડિયમન ઇન્દર રવિ દહિયા છેલ્લા 11 વર્ષથી જે રૂમની અંદર રહે છે તે લગભગ 12X12નો છે. આ નાના એવા રૂમની અંદર ચાર પહેલવાનો સાથે રહે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આજ રૂમની અંદર પૂર્વ ઓલમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત પણ અહીંયા જ રહેતા હતા. આ રૂમ એકદમ પાક્કો પણ નથી. છતાં હવે આ રૂમની અંદર એસી પણ લગાવી દેવામાં આવ્યું છે.

રવિ દહિયાને તેના પિતા રાકેશ કુમારે 12 વર્ષની ઉંમરમાં જ છત્રસાલ સ્ટેડિયમમાં તાલિમ લેવા માટે મોકલી દીધો હતો. જયારે રવિ છત્રસાલ સ્ટેડિયમમાં રહેતો હતો ત્યારે તેના પિતા 60 કિલોમીટર દૂર આ સ્ટેડિયમની અંદર તેના માટે દૂધ અને માખણ પહોચવાતાં હતા.

અહીંયા રહીને ઓલમ્પિકમાં મેડલ મેળવવાની સફર પણ રવિ માટે એટલી સરળ નહોતી. કમાલ મલીકોવને એપ્રિલ 2021થી ટાર્ગેટ ઓલમ્પિક સ્કીમ અંતર્ગત રવિ દહીયાના ફિટનેસ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પોલેન્ડ ઓપનમાં સુવર્ણ પદકમાં મળેલી હારે 23 વર્ષના પહેલવાન અને 34 વર્ષના કોચ બંનેને વધારે મહેનત કરવા માટે પ્રેરિત કર્યા.

રવિ દહિયાએ 2019 વિશ્વ ચેમ્પિયન શિપમાં કાંસ્ય પદક જીતીને ઓલમ્પિકની ટિકિટ પાક્કી કરી લીધી. રવિએ 2020માં દિલ્હી એશિયાઈ ચેમ્પિયનશિપ જીતી અને આ વર્ષે તેના ખિતાબનો બચાવ કરી લીધો.

Niraj Patel