દુઃખદ : લાડલા પપ્પાનું અવસાન થતા જ દીકરી રવીના દીકરો બનીને અંતિમ સંસ્કારની તમામ વિધિઓ કરી

એક જમાનામાં સુપર હિટ ફિલ્મો આપતી બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડનના ફિલ્મ ડિરેક્ટર અને પાપા રવિ ટંડનનું ગઈકાલે અવસાન થયું છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર ચાહકોને આપી છે. રવિ ટંડને 87 વર્ષની વયે શુક્રવારે, 11મી ફેબ્રુઆરીએ સવારે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bombay Times (@bombaytimes)

ત્યારે બોલિવૂડ અભિનેત્રીએ આ તસ્વીરોમાં એમ્બુલન્સમાં પિતાના પાર્થિવ શરીર સાથે સ્મશાન જતી જોવા મળી રહી છે. આંખમાં આંસુ સાથે એક્ટ્રેસ રવીના ટંડને પિતાને મુખાગ્નિ આપી. જ્યાં રવીના ટંડનની સાથે તેના પરિવારજનો અને મિત્રો તેમજ કેટલાંક સેલેબ્સ પણ જોવા મળ્યા હતા.

નવી પેઢીના બહુ ઓછા લોકો જાણે છે કે રવિ ટંડન પણ બોલિવૂડનું જાણીતું નામ હતું. તેમણે નજરાણા, મુકદ્દર, મજબૂર જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. આ સિવાય તેઓ નિર્માતા પણ હતા. તેમના પરિવારમાં પત્ની વીણા, પુત્ર રાજીવ અને પુત્રી રવિના છે. રવિએ તેનું અને તેની પત્નીનું નામ મિલાવીને રવિનાનું નામ રાખ્યું હતું.

લાડલા પપ્પાના દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કરતા રવીના ટંડને ઈન્સ્ટાગ્રામ પર તેમના સાથેની થ્રોબેક તસવીરો શેર કરી છે. જેમાં બેબી રવીના ટંડનની ઝલક પણ જોવા મળે છે. તસવીરની સાથે એક્ટ્રેસે તેના પિતા પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું છે ‘તમે હંમેશા મારી સાથે રહેશો, હું હંમેશા તમારી પડખે રહીશ. હું ક્યારેય જવા નહીં દઉ. લવ યુ પાપા’.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીના ફાધરને શ્વાસ રિલેટેડ તકલીફ હતી. તેમણે સવારે આશરે 3.45 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ બોલિવુડના અદ્દભુત ફિલ્મમેકર્સમાંના એક હતા. અભિનેત્રીના પપ્પાએ ખેલ ખેલ મેં, અનોખી, નઝરાના, મજબૂર, ખુદ્દાર અને જિંદગી જેવી હિટ ફિલ્મો ડિરેકટ કરી હતી.

રવિ ટંડનનો જન્મ 17 ફેબ્રુઆરી, 1935માં આગ્રામાં પંજાબી પરિવારમાં થયો હતો. તેમણે વીણા સાથે લગ્ન કર્યા હતા. રવીના સિવાય તેમને રાજીવ નામનો એક પુત્ર પણ છે. જે પણ પ્રોડ્યૂસર અને ડિકરેક્ટર છે. રવીના ટંડનના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે એક્ટર યશ અને સંજય દત્ત સાથે ફિલ્મ ‘KFG: ચેપ્ટર 2’માં જોવા મળવાની છે.

હજી બે દિવસ પહેલા જ એક્ટ્રેસે ફિલ્મ માટેનું ડબિંગ પૂરું કર્યું હતું. ફિલ્મ એપ્રિલ, 2022ના રોજ સિનેમામાં આવવાની છે. આ ફિલ્મની ટક્કર આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ‘લાલ સિંહ ચઢ્ઢા’ સાથે થશે.

 

View this post on Instagram

 

A post shared by Movie Talkies (@movietalkies)

YC