અભિનેત્રીએ રવીના ટંડને રૂઢિવાદિતા તોડી પિતાના કર્યા અંતિમ સંસ્કાર, જુઓ કોને કાંધો આપ્યો

બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક અને અભિનેત્રી રવીના ટંડનના પિતા રવિ ટંડનનું નિધન થયું છે. તેમણે 11 ફેબ્રુઆરીએ એટલે કે આજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. આ સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. રવિ ટંડનનું આજે મુંબઈમાં નિધન થયુ હતુ.

હાલમાં તેમના અંતિમ સંસ્કારની તસવીરો પણ સામે આવી છે. જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે 85 વર્ષીય રવિ ટંડનનું શરીર ફૂલોથી શણગારેલું છે. અભિનેત્રી અને તેમની પુત્રી રવિના ટંડન માટલા અને નારિયેળ સાથે ધાર્મિક વિધિઓ કરી રહી છે. આ દરમિયાન પિતાને ગુમાવવાનું દુ:ખ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.

રવિ ટંડન તેમના સમયના પ્રખ્યાત નિર્દેશક હતા. 85-86 વર્ષની વયે શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રવિ ટંડનના અંતિમ સંસ્કાર આજે સાંજે કરવામાં આવ્યા હતા. રવિના ટંડને પિતાના અંતિમ સંસ્કારની તમામ વિધિઓ કરી હતી. તેમણે પ્રખ્યાત નિર્દેશક વીણા સાથે લગ્ન કર્યા હતા.

તેમને બે બાળકો રવીના અને રાજીવ ટંડન છે. પરંપરા તોડીને રવિના ટંડને તેના પિતાને વિદાય આપી. રવિના ટંડન તેના પિતાની ખૂબ નજીક હતી. રાજીવ ટંડન પિતાના સંસ્કારમાં જોડાયા હતા પરંતુ ઉંમરને કારણે તે પિતાના અંતિમ સંસ્કારની વિધિ કરી શક્યા ન હતા. રવિ ટંડન વૃદ્ધત્વ સંબંધિત બિમારીઓ સામે લડી રહ્યા હતા.

શુક્રવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જે બાદ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. રવિ ટંડને ઘણી ફિલ્મો બનાવી છે. અમિતાભ બચ્ચન અભિનીત ‘મજબૂર’ અને ‘ખુદ્દર’ જેવી હિટ ફિલ્મો બનાવનાર આગરામાં જન્મેલા દિગ્દર્શક રવિ ટંડનનું શુક્રવારે વહેલી સવારે મુંબઈમાં અવસાન થયું હતું. તેમની શરૂઆતની ફિલ્મોમાં ‘અનહોની’ અને ‘ખેલ ખેલ મેં’નો સમાવેશ થાય છે.

મીડિયા રીપોર્ટ અનુસાર, રવિ ટંડનનું શુક્રવારે સવારે લગભગ 4.45 વાગ્યે તેમના ઘરે નિધન થયું હતું. જો કે રવિ ટંડનનું નિધન કેવી રીતે થયું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. રવિનાએ તેના પિતા સાથે ચાર તસવીરો શેર કરી છે. આમાંથી એક તે તેના પિતા સાથે ચાલી રહી છે. બીજો ફોટો રવિનાના બાળપણનો છે, જેમાં તેના પિતા તેને ખોળામાં લઈ રહ્યા છે.

એક જમાનામાં સુપર હિટ ફિલ્મો આપતી બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડનના ફિલ્મ ડિરેક્ટર અને પાપા રવિ ટંડનનું ગઈકાલે અવસાન થયું છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર ચાહકોને આપી છે. રવિ ટંડને 87 વર્ષની વયે શુક્રવારે, 11મી ફેબ્રુઆરીએ સવારે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.

ત્યારે બોલિવૂડ અભિનેત્રીએ આ તસ્વીરોમાં એમ્બુલન્સમાં પિતાના પાર્થિવ શરીર સાથે સ્મશાન જતી જોવા મળી રહી છે. આંખમાં આંસુ સાથે એક્ટ્રેસ રવીના ટંડને પિતાને મુખાગ્નિ આપી. જ્યાં રવીના ટંડનની સાથે તેના પરિવારજનો અને મિત્રો તેમજ કેટલાંક સેલેબ્સ પણ જોવા મળ્યા હતા.

નવી પેઢીના બહુ ઓછા લોકો જાણે છે કે રવિ ટંડન પણ બોલિવૂડનું જાણીતું નામ હતું. તેમણે નજરાણા, મુકદ્દર, મજબૂર જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. આ સિવાય તેઓ નિર્માતા પણ હતા. તેમના પરિવારમાં પત્ની વીણા, પુત્ર રાજીવ અને પુત્રી રવિના છે. રવિએ તેનું અને તેની પત્નીનું નામ મિલાવીને રવિનાનું નામ રાખ્યું હતું.

લાડલા પપ્પાના દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કરતા રવીના ટંડને ઈન્સ્ટાગ્રામ પર તેમના સાથેની થ્રોબેક તસવીરો શેર કરી છે. જેમાં બેબી રવીના ટંડનની ઝલક પણ જોવા મળે છે. તસવીરની સાથે એક્ટ્રેસે તેના પિતા પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું છે ‘તમે હંમેશા મારી સાથે રહેશો, હું હંમેશા તમારી પડખે રહીશ. હું ક્યારેય જવા નહીં દઉ. લવ યુ પાપા’.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીના ફાધરને શ્વાસ રિલેટેડ તકલીફ હતી. તેમણે સવારે આશરે 3.45 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ બોલિવુડના અદ્દભુત ફિલ્મમેકર્સમાંના એક હતા. અભિનેત્રીના પપ્પાએ ખેલ ખેલ મેં, અનોખી, નઝરાના, મજબૂર, ખુદ્દાર અને જિંદગી જેવી હિટ ફિલ્મો ડિરેકટ કરી હતી.

YC