ખબર

ભત્રીજીની મહેંદી સેરેમનીમાં રીક્ષાથી પહોંચી રવીના ટંડન, વૃદ્ધ ડ્રાઈવર અરશદ કાકાએ તેને ઓળખી લીધી

રવીના ટંડને હાલમાં જ મુંબઈમાં તેની દીકરી રીશા સાથે ઓટોરિક્ષા સવારી કરી હતી. જેના 2 વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા, આ પહેલા 10 સેકન્ડનો એક વિડીયો હતો જેમાં તે રિક્ષામાં જતા-જતા શૂટ કર્યો હતો. આ બાદ બીજો વિડીયો 46 સેકેન્ડનો હતો. જેમાં તે વૃદ્ધ ઓટોચાલક સાથે વાત કરતી નજરે આવી હતી, આ રીક્ષા ચલાવનાર વૃદ્ધ તેને ઓળખી લે છે અને તેને કહે છે કે તે તેના ફેન છે. પહેલો વિડીયો શેર કરતા રવીનાએ કેપ્સનમાં લખ્યું હતું કે, ભત્રીજીની મહેંદી સેરેમનીમાં જવા માટે કારની રાહ જોતા ઘણું મોડું થઇ ગયું હતું જેથી મેં રીક્ષા કરી લીધી હતી.

આ બાદ મે અને રીશા બંનેએ ઓટો સવારીની મજા લીધી હતી. મુંબઈના ઓટોવાળા પણ કમાલના છે બધી રીતે તે રક્ષક છે. બીજો વિડીયો શેર કરતા એક્ટ્રેસે એ યુઝર્સને જવાબ આપ્યો હતો કે, જે લોકો પૂછી રહ્યા હતા કે રિક્ષાવાળાએ ઓળખ્યા કે નહીં. રવીનાએ લખ્યું હતું કે, તે બધાકે જે પૂછી રહ્યા છે તેને મને ઓળખી કે નહીં, તો હું જણાવી દઉં કે, તેને મને ઓળખી લીધી હતી. અરશદ કાકા મારા ફેન અને મારા શુભચિંતક નિકલા હતા. ઑટોમાંથી ઉતરતા પહેલા થોડી વાતચીત કરી હતી.

જણાવી દઈએ કે, રવીનાએ ભત્રીજીના લગ્નના અન્ય ફંક્શનની તસ્વીર પણ શેર કરી હતી, જેમાં તે તેના પતિ અનિલ થડાણી, દીકરી રીશા અને અન્ય સંબંધીઓ સાથે નજરે આવી રહી છે.

રવીનાના વર્કફ્રન્ટની વાત કરવામ આવે તો તે જલ્દી જ કન્નડના સુપરસ્ટાર યશ સાથે ‘કેજીએફ-ચેપટર-2’માં નજરે આવશે. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત પણ નજરે આવશે. આ ફિલ્મ કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.