સલમાન ખાનના પ્રોડક્શનમાં બનેલો રિયાલિટી શો ‘નચ બલિયે-9’ કોઈને કોઈ રીતે ચર્ચમાં રહેતો હોય છે. આ શો ને ટીવીના ફેમસ હોસ્ટ મનીષ પોલ હોસ્ટ કરે છે. આ શોમાં હાલમાં જ એક એવી ઘટના ઘટી કે શોની જજ રવીના ટંડન નારાજ થઇ ગઈ હતી.
લેટેસ્ટ એપિસોડના શૂટિંગ દરમિયાન મનીષ અને રવીના વચ્ચે ઝઘડો થઇ ગયો હતો. ત્યારબાદ રવીના માઈક ફેંકીને બહાર ચાલી ગઈ હતી. આ દરમિયાન શોનો માહોલ ગરમ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ ઘણા સમય સુધી શુટિંગ અટકી પડ્યું હતું.
View this post on Instagram
Asking #lalbagcharaja to somehow save mumbai from destruction and save #aareyforest 🙏🏻🕉🙏🏻
સેટથી જોડાયેલા સુત્રી પાસેથી મળતી માહિતી અનુસાર, રવીના ટંડને ઈયરફોન લગાવ્યા હતા. જેમાંથી તેને કંટ્રોલરૂમમાંથી જરૂરી સૂચનાઓ મળતી હતી.
રવીનાને કહેવામાં આવ્યું હતું કે, શોના સ્પર્ધક શ્રદ્ધા આર્ય અને તેના પાર્ટનર આલમ મક્કરને શું સવાલ પૂછવાના છે. ત્યાશરે રવીનાએ જોયું કે, મનીષ પોલ કંઈક અલગ હરકત કરતો હતો. રવીનાને લાગ્યું કે મનીષ તેને ગુસ્સે કરે છે. કેમેરો બંધ થતા જ રવીના માઇકનો ઘા કરીને મનીષ પર ગુસ્સો કરી આ હરકત ના કરવા માટે કહ્યું હતું.
રવીના અને મનીષનો મામલો એ હદે બિચક્યો હતો કે મનીષે પણ સાફ-સાફ રવીનાને કહી દીધું હતું કે તે તેનું કામ કરી રહ્યો હતો. આ વાતથી નારાજ થઈને રવીનાએ માઈક ફેંકી બહાર ચાલી ગઈ હતી. અને તેની વેનિટી વેનમાં જઈને બેસી ગઈ હતી. પ્રોડક્શન હાઉસના લોકોએ બન્નેને મનાવ્યા હતા. આ દરમિયાન લગભગ 1 કલાક સુધી શૂટિંગ અટકી ગયું હતું.
આ પહેલી વાર નથી થયું કે રવીના ટંડન મનીષ પોલથી નારાજ થઇ હોય. આ પહેલા પણ રવીના સેટ પર વિફરી હતી. થયું એવું હતું કે, મનીષ પોલ અને વલુશા ડિસોઝા સ્ટેજ પર આવ્યા હતા. તેના હાથમાં પ્લેકાર્ડ હતા. કાર્ડ પર લખ્યું હતું ગો બેક રવીના.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks