મનોરંજન

ખુશખબર: 44 વર્ષે જલ્દી જ રવીના ટંડન નાની બનવાની છે, સામે આવી બેબી શાવરની 10 તસ્વીરો

બૉલીવુડ અદાકારા રવીના ટંડન ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે પણ સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ફૈન્સ સાથે જોડાયેલી રહે છે.હાલના સમયમાં રવીના ડાન્સ રિયાલિટી શો નચ ‘બલિયે-9 ને જજ કરી રહી છે. વિવાદોથી દૂર રહેનારી રવીના મોટાભાગે પોતાના પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે. એવામાં રવીનાને ઘરે જલ્દી જ નાનું મહેમાન આવવાનું છે.

 

View this post on Instagram

 

For #tmm when you get to dress princessy 😁🍾

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

રવીના ટંડને વર્ષ 1995 માં દીકરીને દત્તક લીધી હતી જેનું નામ છાયા છે. એવામાં છાયા માં બનવા જઈ રહી છે, માટે  રવીનાએ દીકરી છાયા માટે બેબી શૉવર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ઉંમરે પણ યુવાન દેખાતી રવીના ટંડન જલ્દી જ ‘નાની’ બનવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

Shopping time with @livinitupwithlucifer ♥️😍

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

નાની બનવાને લઈને રવીના ખુબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. બેબી શૉવરની તસ્વીરો પાર્ટીમાં શામિલ ન્યુટ્રીશિયન પૂજા મખ્ખીજાએ પોતાના એકાઉન્ટ પર શેર કરેલી છે. તસ્વીરોમાં રવીનાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. તસ્વીરોમાં રવીનાએ નાની લખેલું બૈચ પણ પોતાના કપડામાં લગાવી રાખ્યું છે. રવીનાએ પણ પોતાના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર પાર્ટીની તસ્વીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

Me and my brood ! My baby’s baby! Countdown has begun !!😍😍♥️♥️🍼🍼 @officialrashathadani

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

પાર્ટીમાં માત્ર પરિવાર અને નજીકના મીત્રો જ શામિલ થયા હતા. પાર્ટીમાં રવીના દીકરી રાશા થડાની સાથે પોઝ આપતી પણ દેખાઈ રહી છે. છાયાએ મરૂન રંગનો ડ્રેસ પહેરી રાખ્યો હતો જ્યારે રવીનાએ પ્રિન્ટેડ ટોપની સાથે ટ્રાઉઝર પહેરી રાખ્યું હતુ.

 

View this post on Instagram

 

#moods ♥️

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

પૂજાએ પાર્ટીની તસ્વીરો શેર કરતા કૈપ્શનમા લખ્યું કે,”નાની બનવાની ખુશીઓ, કોઈ સ્વાર્થ વગર જ તમે પ્રેમ આપ્યો છે અને પુરી કાળજીની સાથે તમે દત્તક લીધેલી દીકરીની આ ઉજવણી કરી છે. બેબી શૉવરની ઉજવણી તમે જે રીતે કરી છે તે હૃદયને સ્પર્શ કરનારી છે”. પૂજાની આવી પોસ્ટ પર રવીનાએ તેનો આભાર વ્યક્ત કર્યો છે.

જણાવી દઈએ કે લગ્ન પહેલા જ રવીનાએ વર્ષ 1995 માં બે દીકરીઓ પૂજા અને છાયાને દત્તક લીધી હતી. તે સમયે પૂજાની ઉંમર 11 વર્ષ અને છાયાની ઉંમર 8 વર્ષની હતી.

 

View this post on Instagram

 

Yeh raatien yeh mausam…yeh chanchal hawa… ♥️ #vacay #moonlitnights 🌔💫

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

રવીનાએ વર્ષ 2004 માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા, અને બંનેના બે બાળકો રાશા અને રણબીર થડાની છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks