ટીવી શો ‘નચ બલિયે-9’ આ વખતે નવી જ થીમ લઈને આવ્યો છે. થીમના આધારે કોઈપણ પોતાના પાર્ટનરના સિવાય પોતાના પૂર્વ પ્રેમી કે પૂર્વ પતિ સાથે પણ નચ બલિયેમાં ભાગ લઇ શકે છે. એવામાં દરેક જોડીઓ સ્ટેજ પર એકથી એક બેસ્ટ પ્રફોર્મેન્સ આપી રહ્યા છે.

જણાવી દઈએ કે દરેક જોડી દમદાર ડાન્સ કરીને પોતાનું ટેલેન્ડ દેખડી રહ્યા છે પણ આ બધામાં સૌથી ચર્ચિત જોડી મધુરિમા તુલી અને વિશાલ આદિત્યય સિંહની છે. જે સ્ટેજ પર પોતાના ડાન્સની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફ અને બંને વચ્ચેના વાદ-વિવાદ અને જગડાને લીધે પણ ચર્ચામાં બની જાય છે.

મળેલી જાણકારી અનુસાર આ અઠવાડિયાના શો માં મોટો ધમાલ જોવા મળી શકે તેમ છે. શો માં મધુરિમા અને વિશાલને એલિમિનેટ કરી દેવામાં આવી શકે તેમ છે. કહેવામાં આવી રહ્યું છે કે મધુરિમા તુલીના સેટ પરના સ્વભાવને લીધે રવીના ટંડને નારાજગી વ્યક્ત કરી છે. મધુરિમા-વિશાલના સ્ટેજ પરના ઝગડાઓ અને તેઓના સ્વભાવ બંન્નેને ફિનાલે સુધી લઇ જવામાં નાકામિયાબ રહ્યા છે.

મધુરિમાના આવા કારનામાને લીધે રવીના ટંડન ગુસ્સેથી તેને ખિજાઈ પણ હતી. પરફોર્મેન્સના પહેલા વિશાલ અને મધુરિમા વચ્ચે થોડો ઝગડો થયો હતો એવામાં ગુસ્સાથી ભરાયેલી મધુરિમાએ વિશાલ સાથે પરફોર્મેન્સ આપવાની ના પાડી દીધી હતી. એવામાં રવીના મધુરિમા પર ખુબ જ ગુસ્સે થઇ હતી અને તેના આવા બિહેવિયરને અમાન્ય અને અવ્યવસ્થિત જણાવ્યો હતો.

મધુરિમાએ કહ્યું કે તે વિશાલ સાથે ડાન્સ પરફોર્મ કરવાનાં બદલે શો માંથી એલીમીનેટ થવાનું વધારે પસંદ કરશે. એવામાં રવીનાએ તેને પહેલા તો તેને પોતાનું પરફોર્મેન્સ પૂરું કરવા માટેનું કહ્યું. બંન્નેએ ડાન્સ તો કર્યો પણ તેનો આ ડાન્સ જજને બિલકુલ પંસદ આવ્યો ન હતો.

જો કે તેઓના ખરાબ પરફોર્મેન્સનો ફાયદો શ્રદ્ધા-આલમને મળશે. એલિમિનેશન રાઉન્ડમાં મધુરિમા-વિશાલ અને શ્રદ્ધા-આલમ રહેશે. એવામાં શ્રદ્ધા-આલમ સુરક્ષિત રહ્યા અને મધુરિમા-વિશાલ એલિમિનેટ થઇ ગયા.
જુઓ વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks