મનોરંજન

ડેટિંગના 6 મહિનામાં રવીના ટંડને કરી લીધા અનિલ સાથે લગ્ન, આ હીરોને લીધે તૂટ્યું દિલ- જાણો

બોલીવુડની મશહૂર એક્ટ્રેસ રવીના ટંડને હાલમાં જ તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. 90ના દાયકામાં રવીનાએ તેના અભિનયથી લોકોના દિલ પર રાજ કરી લીધું હતું. આજે પણ લોકો રવીના ટંડનને પસંદ કરે છે. રવીનાએ ‘મોહરા’, ‘ શુલ’, ‘દમન’ અને ‘સતા’ જેવી ફિલ્મોમાં જબરદસ્ત અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.

Image Source

ટીપ ટીપ બરસા પાની’ ગીત પર પાણીમાં આગ લગાડનાર એક્ટ્રેસ રવીના ટંડન આજે સફળ એક્ટ્રેસ હોવાની સાથે-સાથે મોડેલ અને પ્રોડ્યુસર પણ છે. ફિલ્મી જગતમાં રવીનાએ 28 વર્ષથી વધુ કામ કર્યું છે. આટલા વર્ષો બાદ પણ રવીનાનો ચાર્મ આજે પણ એટલો જ છે જેટલો પહેલા હતો. રવીનાના ફિલ્મની જેટલી ચર્ચા થઇ ના હતી એટલી ચર્ચા તો તેના અને અક્ષયકુમારના અફૅરની થઇ હતી.

Image Source

રવીના ટંડને તેના કરિયરની શરૂઆત સલમાન ખાન સાથેની ફિલ્મ ‘પથ્થર કે ફૂલ’1991 થી કરી હતી. પરંતુ રવીનાને પ્રસિદ્ધિ તો ફિલ્મ ‘મોહરા’ 1994થી મળી હતી, આ ફિલ્મના ગીતએ એ રીતે ધમાલ મચાવી દીધી હતી કે, લોકો તેના ફેન થઇ ગયા હતા આજે પણ એ ગીત ચાલે તો લોકો એકદમ જ નાચવા લાગે છે. આ ફિલ્મમાં રવીના અને અક્ષય કુમારની જોડીને લોકોએ બધું પસંદ કરી હતી. આ કારણે જ તેના ફેન્સમાં વધારો થયો હતો.
એક સમય હતો રવીનાનું દિલ અક્ષય કુમાર માટે જ ધડકતું હતું. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે બન્નેના પ્રેમની શરૂઆત 1994માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મોહરા’ના શૂટિંગ દરમિયાન થઇ હતી. આ ફિલ્મ તો સુપર હિટ રહી જ હતી પરંતુ આ બન્નેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રીના કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. આ ફિલ્મનું સુપર હિટ રહેવવાનું કારણ ક્યાંક ને ક્યાંક બન્નેની નજદીકીયાં પણ બતાવવામાં આવે છે.

Image Source

આ ફિલ્મ રિલીઝ થયા બાદ બન્ને ઘણી વાર સાથે જોવા મળ્યા હતા. ખબર તો ત્યાં સુધી પણ આવી હતી કે, બન્ને કોઈ પણ સમયે લગ્ન કરી શકે છે. એક સમય એવો પણ આવ્યો હતો કે, રવીનાએ ફિલ્મ સાઈન કરવાનું બંધ કરી દીધી હતું. રવિનાની ફિલ્મ સાઈન ના કરવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક અક્ષયકુમાર હતો, કહેવામાં આવે છે કે, અક્ષય ઈચ્છતો હતો કે તે હાઉસ વાઈફ રહે.એક મીડિયા ઇન્ટરવ્યૂમાં રવીનાએ જણાવ્યું હતું કે, અક્ષયે કહ્યું હતું કે, ફિલ્મનું છેલ્લું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તે લગ્ન કરી લેશે. આ ઇન્ટરવ્યૂ દરમિયાન રવીનાએ વધુમાં કહ્યું હતું કે, અક્ષય અને તેને મંદિરમાં જઈને ચોરીછૂપીથી સગાઇ પણ કરી લીધી હતી.

રવીના ટંડનના જણાવ્યા અનુસાર, અક્ષય કુમારને એવો ડર હતો કે, જો તે સગાઈની ખબર બહાર પાડી દેશે તો તો તેનું કરિયર ખતમ થઇ જશે. ત્યાં સુધી કહ્યું હતું કે, તેની અસર તેના મહિલા ફેન્સ પર પડશે.

Image Source

તે સમયે એવી ખબરે પણ જોર પકડ્યું હતું કે, અક્ષય રવીનાની સાથે-સાથે શિલ્પા શેટ્ટીને પણ ડેટ કરે છે, જેના કારણે રવીના બહુજ પરેશાન રહેતી હતી. આ કારણે રવીના અને અક્ષયના સંબંધનો અંત આવ્યો હતો.

અક્ષય કુમાર સાથે સંબંધમાં પૂર્ણવિરામ મુક્યા બાદ રવીનાએ અનિલ થડાની સાથે લગ્ન કરી લીધા હતા. રવીના અનિલની બીજી પત્ની છે. રવીના અને અનિલ થડાનીએ 22 ફેબ્રુઆરી 2004ના રાજસ્થાનમાં લગ્ન કરી લીધા હતા.

 

View this post on Instagram

 

Me and my brood ! My baby’s baby! Countdown has begun !!😍😍♥️♥️🍼🍼 @officialrashathadani

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

જણાવી દઈએં કે, રવીના ટંડનને લગ્ન પહેલા જ 2 દીકરીનો દત્તક લીધી હતી, જેનું નામ પૂજા અને છાંયા છે. લગ્ન બાદ રવીના અને અનિલને 2 બાળકો થયા હતા, જેનું નામ રશા અને રણબીર છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.