ફિલ્મી દુનિયા

દારૂ અને પાનની દુકાન ખોલવા પર ભડકી રવીના ટંડન, કહ્યું કે-થૂંકવાનું ફરી શરૂ…

વૈશ્વિક મહામારી કોરોના વાયરસએ આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ભારતમાં કોરોના જેવી મહામારીથી 1223 લોકોના મોટ નીપજી ચુક્યા છે. જયારે 37 હજારથી વધુ લોકો સંક્રમિત થઇ ગયા છે. કોરોનના વધતા કહેરને લઇને દેશમાં લોકડાઉન 17 મે સુધી વધારવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. જેમાં દારૂની દુકાન અને પાનની દુકાન શામેલ છે. સરકારના આ ફેંસલાથી લોકો ખુશ નથી.

બૉલીવુડ એક્ટ્રેસ રવીના ટંડન પણ આ ફેંસલાથી નારાજ છે. તેમણે પોતાની નારાજગી એક ટ્વીટ દ્વારા કરી છે. રવિનાએ દારૂની દુકાનો ખોલવાની મંજૂરી અંગે ન્યૂઝ એજન્સી ANIના ટ્વીટ દ્વારા રીટ્વીટ કર્યું હતું.

રવિનાએ રીટવીટ કરીને લખ્યું હતું કે, ‘પાન અને ગુટખાની દુકાનો માટે ખુશી મનાઓ. બહુ જ સારું, થૂંકવાનું ફરી શરૂ કરવામાં આવશે. કમાલ છે. રવીનાના આ ટ્વીટ પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.’

રવિના સિવાય જાવેદ અખ્તરે પણ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે ટ્વીટ કર્યું, ‘લોકડાઉન દરમિયાન દારૂની દુકાનો ખોલવાથી વિનાશક પરિણામો આવશે. આ કોઈ પણ સંજોગોમાં બધા સર્વેક્ષણો અનુસાર આજકાલ ઘરેલું હિંસા ઘણી હદ સુધી વધી ગઈ છે. આ સમયે આલ્કોહોલ આ દિવસોમાં બાળકો અને સ્ત્રીઓ માટે વધુ જોખમી બનાવશે.

મહત્વનું છે કે ગ્રીન ઝોનમાં ખુલી રહેલી આ દારૂની દુકાનમાં ખરીદદારોએ છ ફૂટનું અંતર જાળવવું પડશે. આ સાથે જ એક સમયે પાંચ કરતા વધુ લોકો દુકાન પર ઉભા રહી શકશે નહીં.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.