બોલીવુડની અંદર સફળતાની સીડી ઉપર ચઢ્યા બાદ ઘણા કલાકારો નશાની દુનિયામાં પણ ચાલ્યા જતા હોય છે, ઘણા કલાકારોએ નશામાં પોતાનું કેરિયર પણ બરબાદ કરી દીધું છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં સામે આવેલા ડ્રગ એન્ગલ બાદ પોલીસ પણ સતર્ક બની છે અને રેવ પાર્ટીઓ ઉપર દરોડા પણ પડે છે.

ત્યારે હાલ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ઇગતપુરીમાં રવિવાર બપોરે બે વીલામાં ચાલી રહેલી રેવ પાર્ટીનો પોલીસે ભંડાફોડ કર્યો છે અને 22 લોકોની ધરપકડ પણ કરી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં 12 મહિલાઓ અને તેમાંથી એકે ટીવી શોમાં ભાગ પણ લીધો હતો. જયારે ચાર અન્ય મહિલાઓ દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલી છે.
નાસિક ગ્રામીણ પોલીસ અધિક્ષક સચિન પાટીલે મીડિયાને જણાવ્યું કે ખાનગી સૂચનાના આધારે વિલા ઉપર છાપામારી કરવામાં આવી હતી. તેમને જણાવ્યું કે સ્કાઈ તાજ અને સ્કાઈ લેગુનમાં એક રેવ પાર્ટી ચાલી રહી હતી. છાપામારી દરમિયાન અમે 12 મહિલાઓ અને 10 પુરુષોને પકડ્યા છે. તે ડ્રગ્સનું સેવન કરતા અને હુક્કો પિતા ઝડપાયા છે.
તેમને આગળ એમ પણ જણાવ્યું કે મહિલાઓમાંથી એક પ્રખ્યાત ટીવી રિયાલિટી શોની પ્ર્તીયોગી છે. આરોપીઓને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એસપીએ કહ્યું કે તેમના ઉપર નાર્કોટિક ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ હેઠળ મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે.
Maharashtra: Police raided a party & took 22 people including actors, choreographers into custody. The team recovered drugs & cash from the spot. Detainees are undergoing medical examination. Details awaited: Nashik Rural Police
— ANI (@ANI) June 27, 2021
વધુમાં તેમને જણવ્યું કે અમે આવા લોકોની શોધ કરી રહ્યા છીએ જેને આ પાર્ટીના આયોજનમાં મદદ કરી.જ્યાં ઘણા હાઈ એન્ડ કારમાં આવ્યા. પોલીસે કહ્યું કે નશીલા પદાર્થો ઉપરાંત એક કેમરો, એક ટ્રાઇપોડ અને કેટલીક અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. પાટીલે જણાવ્યું કે છાપામારી પછી એક વિશેષ ટીમનું પણ ગઠન કરવામાં આવ્યું છે. જ્યાં મામલાના સિલસિલામાં નાઈજિરિયાઈ નાગરિકને ઉઠાવવામાં આવ્યો છે. ઈગતપુરી શહેર મુંબઈથી લગભગ 120 કિલોમીટર દૂર છે મુંબઈ આગ્રા હાઇવે ઉપર છે.