મનોરંજન

સામે આવ્યો રેવ પાર્ટીનો VIDEO, જ્યાંથી શાહરુખના પુત્રની કરવામાં આવી હતી અટકાયત

વૈભવી જહાજમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટીનો આવો હતો નજારો

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલમાં એનસીબીની કસ્ટડીમાં છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ શનિવારે આર્યન ખાન સહિત આઠ લોકોની મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાં રેવ પાર્ટી કરતી વખતે અટકાયત કરી હતી.

આ પછી, રવિવારે, એનસીબીએ આર્યન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી, આજે આ કેસની સુનાવણી કોર્ટમાં થવાની છે જ્યાં આર્યનના વકીલ સતીશ માનશીંદે તેના જામીન માટે અરજી કરશે.

કોર્ટની સુનાવણી પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે પાર્ટીનો એક વીડિયો છે જ્યાંથી શાહરૂખના પુત્ર આર્યનને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો,

જોકે ગુજ્જુ રોક્સ આ વીડિયોની સત્તાવાર રીતે પુષ્ટી કરતું નથી. આ વિડીયો માનવ મંગલાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં ઘણા લોકો ક્રૂઝ પર પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં જુદા જુદા માળ જોવા મળી રહ્યા છે જ્યાં લોકો સંગીત અને નૃત્યનો આનંદ માણી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો

તમને જણાવી દઈએ કે NCB ને એક ટિપ મળી કે ‘Cordelia the Impress’ ક્રૂઝમાં કંઈક ગરબડ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં NCB ના અધિકારીઓએ સંપૂર્ણ તૈયારી સાથે ક્રુઝ પર દરોડા પાડ્યા હતા. તે પાર્ટીમાં લગભગ 600 લોકો હાજર હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાનના દીકરા આર્યનની સાથે 8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા,

જેમાં 3 છોકરીઓ પણ હતી. NCB એ પાર્ટીમાં દરોડા દરમિયાન 8 લોકોની અટકાયત કરી હતી. આ પછી દરેકની પૂછપરછ કરવામાં આવી અને બાદમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી. જેમાં આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સામેલ છે. હવે આ કેસની સુનાવણી સોમવારે બપોરે એટલે કે આજે થશે.

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ. હવે સલમાન ખાન મન્નતમાં કિંગ ખાનના ઘરે પહોંચી ગયો છે. વિરલ ભિયાણીએ સલમાનનો શાહરૂખના ઘરે પહોંચવાનો વીડિયો શેર કર્યો છે.

શાહરૂખના ઘરે સલમાન પહોંચ્યો:  તમને જણાવી દઈએ કે રવિવાર સવારથી શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સના કેસને લઈને ચર્ચામાં છે. આ કેસમાં જ આર્યનની પણ ધરપકડ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે સલમાન ખાન શાહરૂખ ખાનના ઘરની બહાર જોવા મળ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન શાહરૂખ અને પરિવાર સાથે આર્યન વિશે વાત કરવા આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)