ખબર

ઘાર્મિક નગરીની રેવ પાર્ટીમાં ગંદુ કામ : એવી હાલતમાં મળ્યા બેશરમ છોકરા-છોકરીઓ કે પોલિસવાળાને પણ આવી ગઇ શરમ

રેવ પાર્ટીમાં સંસ્કારી માં-બાપની છોકરી, છોકરાઓ એવી હાલતમાં મળ્યા છોકરા-છોકરીઓ કે પોલીસવાળા પણ શરમાઈ ગયા, માં-બાપની આબરૂ કાઢી જુઓ

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર એવી એવી નશાવાળી પાર્ટીઓના મામલા સામે આવે છે કે કોઇ પણ સાંભળી હેરાન રહી જાય છે. આ ઉપરાંત જ્યારે પોલિસ આવી જગ્યાઓ પર જ્યારે રેડ પાડે છે ત્યારે અંદરનો નજરો જોઇ તે પણ દંગ રહી જાય છે. હાલમાં એક રેવ પાર્ટીની ખબર સામે આવી રહી છે. રાજસ્થાનના અજમેર જિલ્લામાં સ્થિત પવિત્ર ધામ પુષ્કરથી ખબર છે. ખબર એ છે કે અહીં એક રિસોર્ટમાં રેવ પાર્ટી થઇ હતી.

રાજસ્થાન સહિત મુંબઇ અને દિલ્લીના પણ ઘણા છોકરા-છોકરીઓ આ પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારે પોલિસે આ પાર્ટીમાંથી 35થી પણ વધારે લોકોની ધરપકડ કરી છે અને આ ઉપરાંત ભારે માત્રામાં સૂકા નશાનો પણ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જે છોકરા-છોકરીઓ આ પાર્ટીમાં હતા, તેમના પરિવારને પણ સૂચના આપવામાં આવી છે. પાર્ટી બાદ જ્યારે છોકરા-છોકરીઓને અરેસ્ટ કરવામાં આવ્યા તો તેઓ મોં છુપાવી બેઠા અને માફી માગતા રહ્યા.

પ્રતિકાત્મક તસવીર

પુષ્કર પોલિસે આ રેડ કરી હતી અને ચાંવડિયા ગામમાં એક રિસોર્ટમાં આ પાર્ટી ચાલી રહી હતી. જયપુરના ઝોટવાડા વિસ્તારમાં રહેનાર એક યુવકે આ રિસોર્ટ બુક કર્યો હતો અને તે બાદ રાજસ્થાનના ઘણા શહેરો અને દિલ્લી તેમજ મુંબઇના લોકોને આ પાર્ટીમાં બોલાવવામાં આવ્યા હતા. બુધવારે મોડી રાત્રે આ પાર્ટી શરૂ થઇ હતી અને ગુરુવાર સવાર સુધી ચાલુ રહેવાની હતી, પણ બુધવારે મોડી રાતે પોલિસ પહોંચી ગઇ અને બધો ખેલ ખત્મ કરી દીધો. એસએચઓએ જણાવ્યુ કે, લગભગ 70થી પણ વધારે બોટલ દારૂ, ગાંજો અને અન્ય રીતનો નશો મળ્યો,

પ્રતિકાત્મક તસવીર

ત્યાં છોકરીઓ પણ હતી જેને હિરાસતમાં લેવામાં આવી. પોલિસે આ મામલે જયપુરના ઝોટવાડાના નિવાસી ડલમસ જેમ્સની ધરપકડ કરી છે અને આ સિવાય મુંબઇના કાંદિવલીના નિવાસી આર્નોલ્ડ અને જયપુરના શ્યામ નગર નિવાસી અક્ષય જૈનની ધરપકડ કરી છે. ડલમલ જેમ્સે આ રિસોર્ટને બે દિવસ માટે હાયર કર્યુ હતુ. ટિકિટ લાખો રૂપિયામાં વેચવામાં આવી હતી. હાલ તો પોલિસ રિસોર્ટ માલિકની શોધ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પુષ્કરમાં સ્થિત દુનિયાના એકલોતા બ્રહ્મા મંદિર અને પૂરા પુષ્કરને વિશ્વ સ્તરીય બનાવવા માટે લગભગ પાંચસો કરોડ સરકાર ખર્ચવાની તૈયારી કરી રહી છે. એવામાં રેવ પાર્ટીઓ વિરૂદ્ધ પોલિસ પ્રશાશને ખૂબ જ સખ્તી કરી રાખી છે.