જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

રાત્રે સૂતી વખતે તકિયા નીચે રાખી દો આ 6 વસ્તુઓ, જુઓ પછી, તમારું કિસ્મત બદલતા કોઈ નહીં રોકી શકે

રાત્રે શાંતિથી ઊંઘ આવે એ માટે આપણે કેટ કેટલા કીમિયા કરતા હોય છે, દિવસભરનો થાક અને એમાં પણ માનસિક તાણ માણસેને ઊંઘ આવવા દેતી નથી. કેટલાક લોકોને તો ઊંઘ લાવવા માટે દવાનો પણ સહારો લેવો પડે છે.

Image Source

આજના જમાનામાં તો મોબાઈલ વાપરવામાં રાત ક્યાં વહી જાય એ પણ ખબર નથી રહેતી, રાત્રે છેલ્લા દર્શન પણ મોબાઈલના અને સવારે આંખો ખુલતા પહેલા દર્શન પણ મોબાઈલના. સૌ કોઈ જાણે છે કે મોબાઈલમાંથી જે વેવ્સ નીકળે છે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે છતાં પણ આપણે મોબાઈલને તકિયા નીચે મૂકી ને જ સુઈ જતાં હોઈએ છે.

Image Source

માણસની ચિંતા, દુઃખો અને મુશ્કેલીઓનો તમામ ઉપાય આપણા ધાર્મિક ગ્રંથોમાં આપેલો છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આપણા તકિયા નીચે જો કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો તેનાથી જીવનમાં ઘણા લાભ થઇ શકે છે. તકિયા નીચે રાખેલી એ વસ્તુઓ તમારું કિસ્મત પણ બદલી શકે છે. મોબાઈલને તકિયા નીચે રાખવો શરીર માટે નુકશાન કારક છે પરંતુ અમે જણાવેલી વસ્તુઓ જો તમે પોતાના તકિયા નીચે રાખશો તો તમને ચોક્કસ ફાયદો થશે.

Image Source

ચાલો તમને જણાવીએ એ કઈ કઈ વસ્તુઓ છે જેને તકિયા નીચે રાખવાથી લાભ થી શકે છે.

Image Source

શું તમને કામ કરવામાં નિરાશા વ્યાપેલી રહે છે? તો આ ઉપયોગ કરી જુઓ:
ઘણા લોકો કામ કરતી વખતે થાકી જતા હોય છે તો કેટલાય લોકો કામ કરતાં સમયે નિસાસા નાખતા હોય છે, ઘણા લોકોને આપણે જોઈએ છે કે “પહેલા એ કામ કરવાની ના પાડશે પરંતુ મજબૂરીમાં એ કામ નિસાસા નાખીને પણ પૂરું તો એજ કરશે.” જો તમે પણ આવા કોઈ કામથી નિરાશ થતા હોય તો રોજ રાત્રે સૂતી વખતે શ્રીમદ્દ ભગવદ્દ ગીતાને પોતાના તકિયા નીચે રાખીને સુઈ જાવ. જેના કારણે તમારા મનમાં હકારાત્મક વિચારો ઉત્પન્ન થશે સાથે સાથે કામ કરવા માટે નવી ઉર્જા પણ મળશે.

Image Source

જીવનમાં વ્યાપેલી નકારાત્મકતાથી હેરાન છો? તો કરો આ ઉપાય:
જો તમે જીવનમાં નકારાત્મકતાથી ઘેરાયેલા હોવ તો રાત્રે સુતા પહેલા લસણની બે ત્રણ કળીઓને પોતાના તકિયા નીચે રાખીને સુઈ જાવ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે લસણની કળીઓ સકારત્મક્તા લાવે છે જો તમે તેને પોતાના તકિયા નીચે રાખશો તો તમારા જીવનમાં પણ સકારાત્મકતાનો સંચાર અવશ્ય થશે.

Image Source

શું તમને પરીક્ષાનો ડર સતાવી રહ્યો છે? તો આ ઉપાય તમને ફાયદો આપશે:
ઘણા બાળકો પરીક્ષા નજીક આવતા જ તેમના મનમાં ડર પેદા થઇ જાય છે. ભલે ગમે એટલો હોશિયાર વિદ્યાર્થી જ કેમ ના હોય પરીક્ષાનો ડર તો એને રહેવાનો જ. પરંતુ આ ડરનો પણ ઈલાજ છે. જો રાત્રે સુતા પહેલા દેવી સરસ્વતી સામે દિપક પ્રગટાવી, પોતાના પુસ્તકોને પોતાના તકિયા પાસે રાખવાથી પરીક્ષાનો ડર દૂર થાય છે.

Image Source

તમે અનિંદ્રાથી પરેશાન છો? તો કરો આ ઉપાય:
ચિંતાથી ભરેલ જીવનમાં મોટાભાગના લોકોને રાત્રે શાંતિથી ઊંઘ નથી આવતી, કેટલાક લોકો દવાનો પણ સહારો લે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એનો પણ ઉપાય છે. દેવી-દેવતાઓને ચઢાવેલા ફૂલ જો તકીયાની નીચે મૂકીને સુવામાં આવે તો શાંતિની ઊંઘ આવી શકે છે સાથે ઈશ્વરની કૃપા પણ રહે છે. કારણ કે દેવી-દેવતા પર ચઢાવેલા ફૂલને શાસ્ત્રો પણ પવિત્ર માને છે.

Image Source

શું તમને રાત્રે ડરામણા સપના આવે છે? તો જલ્દી કરો આ ઉપાય:
જો તમને રોજ રાત્રે ડરામણા સપના આવતા હોય તો રાત્રે સુતા પહેલા હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરી તેને પોતાના તકિયા નીચે રાખવાથી એ સ્વપ્નો આવતા બંધ થાય છે તેમજ તમારા જીવનમાં વ્યાપેલી નકારાત્મકતા પણ દૂર થાય છે.

Image Source

તમારી આસપાસ નકારત્મક ઉર્જા હોય એવું તમને ક્યારેય લાગ્યું છે? તો આજથી શરૂ કરો આ ઉપાય:
ઘણીવાર આપણે પોતાના ઘરમાં કે બીજા કોઈ જગ્યાએ રાત્રે સુઈ રહ્યા હોય ત્યારે કેટલીક નકારત્મક વસ્તુનો સતત આપણને આભાસ થયા કરે છે જેના કારણે આપણે શાંતિથી સુઈ પણ નથી શકતાં અને મનમાં ડર પણ લાગ્યા કરે છે તો તેના માટે તમારે વધુ કઈ કરવાની જરૂર નથી, માત્ર લોખંડની કોઈ વસ્તુ જેવી કે ચાવી, લોખંડનો સિક્કો, ખીલી જે લોખંડની હોય તે લઈ અને પોતાના તકિયા નીચે મૂકી દેવાની છે. આમ કરવાથી આસપાસ વ્યાપેલી નકારત્મકતા તરત દૂર થઇ જશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.