હેલ્થ

ચહેરા પરથી ગાયબ થઇ જશે મસ્સા, કરો માત્ર આ 5 ઉપાય, સુંદરતા પણ વધારશે…

સુંદરતામાં ડાઘ જેવા હોય છે મસ્સા, જેનાથી છુટકારો મેળવવા માટે તમે સામાન્ય રીતે ડોકટરના ચક્કર લગાવતા હોવ છો. પણ જરૂરી નથી કે દવાની મદદથી કે સર્જરીની મદદથી જ આ મસ્સા હટાવી શકાય છે. જો તમારા ચહેરા પર દેખાતા મસ્સા તમારી સુંદરતાને ખરાબ કરી રહ્યા છે તો આ બિન બુલાયે મહેમાનને ભગાડવા માટે તેના સૌથી મોટા દુશ્મન કેળાની મદદ લો. લોકો મોટાભાગે મસ્સાને હટાવા માટે ખુબ જ પૈસા ખર્ચ કરતા હોય છે. પણ કેળાનો આ ઉપાય જલ્દી જ મસ્સાને દૂર કરવામાં અને પ્રાકૃતિક સુંદરતા બનાવી રાખવામાં ખુબ જ કારગર છે.

Image Source

મસ્સા પીગ્મેન્ટ કોશિકાઓનો એક સમૂહ હોય છે. જે કાળા કે ભૂરા રંગના હોય છે. સામાન્ય રીતે એનાથી કોઈ ખાસ નુકશાન નથી થતું પણ જો તેનો ઈલાજ સમય પર ન કરવામાં આવે તો કેન્સર જેવી બીમારીનું રૂપ પણ લઇ શકે છે. જો કે આયુર્વેદની મદદથી તેનો ઈલાજ થઇ શકે છે.

1. કેળા:
કેળાની છાલમાં ઓક્સીકરણ રોધી તત્વ મળી આવે છે જે મસ્સાને દૂર કરવામાં મદદ કરે છે. મસ્સાને દૂર કરવા માટે કેળાની છાલને મસ્સા પર લગાવી રાખો. આવું કરવાથી માત્ર એક જ રાતમાં આ સમસ્યા દૂર થવા લાગશે.

2 બટેટા:
કેળા સિવાય તમે બટેટાની મદદ પણ લઇ શકો છો. તેના માટે તમે બટેટાને છીણીને તેની પેસ્ટ બનાવી મસ્સા પર લગાવો. આવું કરવાથી જલ્દી જ મસ્સા દૂર થવા લાગશે.

3. ઘી:
મસ્સાને દૂર કરવા માટે ચૂનો અને ઘીને બરાબર માત્રામાં મિક્સ કરીને મસ્સા પર લગાવો જેનાથી તે મદદ કરશે.

Image Source

4. ડુંગળી:

મસ્સાને દૂર કરવા માટે ડુંગલીનો રસ રામબાણ ઈલાજ છે. 20-30 દિવસો સુધી મસ્સા પર કાંદાને કાપીને રગડો, અને દિવસમાં આવું 2-3 વાર કરો. મસ્સા દૂર થઇ જશે.

5. એપલ વિનેગર:

સફરજનના વિનેગરમાં મસ્સાના જીવાણુઓને મારવાની શક્તિ હોય છે. આનાથી મસ્સા ખરતા નથી પણ ધીરે-ધીરે બળી જાય છે. આને રોજ કોટનથી મસ્સા પર લગાવો, એક અઠવાડિયામાં જ મસ્સા પર ફરક જોવા મળશે.

ધ્યાન રાખો કે આ ઉપાયોને કરતાં પહેલા સ્કિન પર એક પૈચ ટ્રાઈ ટેસ્ટ જરૂર કરો, કેમ કે બની શકે કે તમને તેનાથી કોઈ એલર્જી કે ઇન્ફેક્શન આવી શકે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks