અભિનેત્રી રત્ના પાઠકે કાઢી બોલીવુડના કલાકારોની ઝાટકણી, કહ્યું, “3 મહિનાના બાળક છો, પોતાની કોફી પણ નથી લઇ શકતા…” જુઓ બીજું શું કહ્યું ?

ગુજરાતી ફિલ્મ “કચ્છ એક્સપ્રેસ”માં જેને પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા એવી બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રી રત્ના પાઠકનો અન્ય કલાકારો પર ફૂટ્યો ગુસ્સો, જુઓ વીડિયો

બોલીવુડના ઘણા કલાકારો કોઈને કોઈ રીતે ચર્ચામાં રહેતા હોય છે. કોઈ તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે તો કોઇ તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહેતા હોય છે. તો ઘણા કલાકારો પોતાના નિવેદનોને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલમાં જ બૉલીવુડની ખ્યાતનામ અભિનેત્રી રત્ના પાઠક શાહે પણ એક એવું નિવેદન આપ્યું જેના કારણે તે ચર્ચામાં આવી ગઈ છે.

રત્ના પાઠક તેના ઉત્તમ અભિનય માટે જાણીતી છે. હાલમાં જ તે વેબ સિરીઝ “હેપ્પી ફેમિલી કંડિશન્સ એપ્લાય”માં જોવા મળી હતી. આ વેબ સિરીઝમાં તેણે ગુજરાતી મહિલા હેમલતાની ભૂમિકા ભજવી હતી. જે કોઈપણ પરિસ્થિતિમાં પોતાની વ્યંગાત્મક ટિપ્પણી કરવાનું ભૂલતી નથી. આ ઉપરાંત તે થોડા સમય પહેલા આવેલી ગુજરાતી ફિલ્મ “કચ્છ એક્સપ્રેસ”માં પણ જોવા મળી હતી. જેમાં તેમના શાનદાર અભિનયની દર્શકોએ ખુબ જ પ્રસંશા કરી હતી.

રત્ના તેના વાસ્તવિક જીવનમાં પણ તેના મનની વાત કરવા માટે જાણીતી છે. તાજેતરમાં ફિલ્મ કમ્પેનિયનને આપેલા એક ઇન્ટરવ્યુમાં, તેણે કહ્યું કે કેવી રીતે સ્ટાર્સ તેમના સહાયકો પર એટલા નિર્ભર થઈ જાય છે કે તેઓ એક કપ કોફી પણ લઈ શકતા નથી. રત્નાએ કહ્યું “મેં એવા કલાકારો જોયા છે, જેઓ પોતે પ્લેનમાં કોફીનો કપ પણ લઈ શકતા નથી. તેનો સહાયક કોફી લાવે છે.”

તેમણે આગળ એમ પણ કહ્યું કે, “સહાયક ફ્લાઇટમાં કોફી લાવે છે, કપ ખોલે છે, અભિનેતા એક ચુસ્કી લે છે, પછી તેને પકડવા માટે સહાયકને પાછો આપે છે. તમે કોણ છો ? ત્રણ મહિનાનું બાળક ? આ પ્રકારની અવલંબન? મારા ભાઈઓ અને બહેનો કંઈક બીજું વિચારો. જીવન આના કરતાં ઘણું વધારે છે. મને આ બહુ ખતરનાક લાગે છે. ખૂબ ખતરનાક.” રત્ના પાઠકનો ગુસ્સો તે સ્ટાર્સ પર ભડક્યો, જેઓ શોબિઝના કારણે પોતાના કર્મચારીઓ સાથે આવો વ્યવહાર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sneha Menon Desai (@missusdesai)

રત્ના પાઠકે કહ્યું “મેં ઘણા સારા કલાકારોને આ કારણે ફરક પડતા જોયો છે, ધીમે ધીમે તેઓ કોઈને કોઈ પર નિર્ભર થઈ ગયા.” અભિનેત્રીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કોમેન્ટ કરી રહ્યા છે. દરેક જણ આ વાત પર રત્ના પાઠક સાથે સહમત છે. ગાયક બેની દયાલે પણ ટિપ્પણી કરીને તેમની વાતને સમર્થન આપ્યું અને કહ્યું “આ એકદમ જબરદસ્ત છે. હું પણ આ વાત સાથે સંમત છું. હું મારી બેગ જાતે જ લઈ જાઉં છું, અન્ય કોઈને મારું કામ કરવા દેતો નથી, સિવાય કે હું મુશ્કેલીમાં હોઉં.”

Niraj Patel