સનસનીખેજ કિસ્સો: એક બાળકની તેના સાથી મિત્રોએ જ કરી હત્યા, ત્રણેય હતા કિશોર

બાળકોને મોબાઈલ આપનારા માં-બાપના મોઢે સૌથી મોટો તમાચો, સમગ્ર ઘટના વાંચીને હચમચી જશો

રતલામથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. રતલામ મુખ્યાલયથી લગભગ 100 કિલોમીટર દૂર આલોટમાં બે કિશોર મિત્રોએ તેમના જ એક ત્રીજા સાથી મિત્રની હત્યા કરી દીધી અને ખાડામાં લાશને ડાટી દીધી.

દયાલપુરમાં પૂર્વ ઉપસરપંચ નારાયણસિંહના 15 વર્ષિય ભત્રીજા વિશાલ પુત્ર નેપાલસિંહના ગામના એક કિશોરની હત્યા થઇ ગઇ છે અને તેના મૃતદેહને ખાડામાં ડાટી દેવામાં આવ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ આરોપીના ઘરોમાં તોડફોડ કરી દીધી.

રતલામ જિલ્લાના આલોટ તાલુકામાં ગામ દયાલપુરના નિવાસી ગોપાલ સિંહ સોંઘિયાને પોલિસમાં રિપોર્ટ લખાવી હતી કે તેમનો 15 વર્ષનો દીકરો ગઇ રાત્રે આઠ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ઘરથી જતા પહેલા તેને મોબાઇલ પર એક ફોન આવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ પોલિસ પણ સક્રિય થઇ ગઇ હતી. પોલિસે બાળકની તપાસ શરૂ કરી દીધી હતી અને ખબર પડી હતી કે ગાયબ થયેલ બાળકને ગામના તેના મિત્રો સાથે રાત્રે દેખાયો હતો. પોલિસે બંને મિત્રોને પૂછપરછ માટે પકડ્યા હતા.

પોલિસ પૂછપરછમાં તે બંનેએ કબૂલ કર્યુ હતુ કે તેમણે તેમના મિત્રની ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી અને લાશને રીછા મહિદપુર રોડ વચ્ચે એક ખાડામાં ડાટી દીધી હતી. પોલિસ અનુસાર બંને આરોપી અને મૃતક ત્રણેય કિશોર છે અને ત્રણેય મિત્રો હતા.

જણાવી દઇએ કે, બંને આરોપી ધુમ્રપાન કરતા હતા અને કેટલીક છોકરીઓ સાથે તેમની મિત્રતા પણ હતી. મૃતકને આ વાતની ફરિયાદ આરોપીના પરિવારજનોને કરી દીધી હતી અને મૃતક આ આદતોથી દૂર રહેતો હતો. આ જ કારણે બંને આરોપી પરેશાન હતા અને તેઓએ રાત્રે લગભગ 8 વાગ્યા આસપાસ તેને ફોન કરીને બોલાવ્યો હતો અને તેને મોટર સાયકલ પર બેસાડી મહિદપુર રોડ તરફ લઇ જઇ અને તેની ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી તેમજ તેની લાશને પણ ખાડામાં ડાટી દીધી હતી.

Shah Jina