ભારતમાં એક ઘણા મંદિરો છે જે એકદમ અલગ અને અનોખા છે. આવા મંદિરમાં થતા ચમત્કારો પણ ખુબ પ્રચલિત હોય છે. આવા મંદિરોમાં લોકો દર્શને આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે, એવું જ એક અનોખું મંદિર મધ્ય પ્રદેશના રતલામ શહેરમાં માણકમાં આવેલું મહાલક્ષ્મીનું મંદિર છે.

આ મંદિરમાં દરેક વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીં ભક્તોને પ્રસાદના સ્વરૂપે સોના-ચાંદીના સિક્કાઓ, ઘરેણા અને પૈસા આપવામાં આવે છે.

મોટાભાગે મંદિરોમાં પ્રસાદના રૂપમાં ભક્તોને મીઠાઈઓ કે અન્ય ખાવાની વસ્તુઓ મળે છે, જ્યારે આ મંદિરમાં ભક્તોને સોનાના ઘરેણા મળે છે. અહીં આવેલા ભક્તો પોતાની સાથે સોના-ચાંદીની વસ્તુઓ પોતાની સાથે ઘરે લઈને જાય છે. વર્ષ દરમિયાન અહીં લાખો ભક્તો દર્શેન આવે છે અને માતાજીને કરોડો રૂપિયા, સોના-ચાંદીના સિક્કાઓ-ઘરેણાઓ અર્પણ કરે છે.

આ મંદિરમાં ધનતેરસના સિવસે ખાસ દીપોત્સવનું આયોજન પાંચ દિવસો માટે કરવામાં આવે છે. આ દિવસોમાં માતાજીને ફૂલોથી શણગારવાને બદલે ભક્તો દ્વારા અર્પણ કરેલા સોના-ચાંદીના ઘરેણા, રૂપિયા અને સિક્કાઓથી શણગારવામાં આવે છે. મંદિરમાં દરેક વર્ષે કુબેરનો દરબાર શણગારવામાં આવે છે.

અહીં માત્ર 24 કલાક માટે કપાટ ખોલવામાં આવે છે, અને આગળના દિવસોમાં ભક્તો દ્વારા અર્પણ કરાયેલી આ કિંમતી વસ્તુઓ આ દિવસે ભક્તોને પ્રસાદના સ્વરૂપે આપવામાં આવે છે. આ સિવાય અહીં આવેલી મહિલાઓને કુબેરની પોટલી ભેંટમાં આપવામાં આવે છે.

આ પ્રસાદ મેળવવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે. મંદરીમાં અર્પણ કરવામાં આવેલી દરેક વસ્તુઓનો પાકો હિસાબ રાખવામાં આવે છે. સુરક્ષા માટે અહીં સીસીટીવી કેમેરા લગાવામાં આવેલા છે અને પોલીસની પણ કડક વ્યવસ્થા કરવામાં આવેલી છે.

ઘણા સમયથી આ મંદિરમાં કિંમતી વસ્તુઓ અપર્ણ કરવામાં આવી રહી છે. એક સમયે અહીંના રાજા આ મંદિરમાં રાજ્યની સમૃદ્ધિ માટે ધન અને ઘરેણા ચઢાવતા હતા. એવી માન્યતા છે કે આ મંદિરમાં લક્ષ્મીજીના ચરણોમાં ધન અર્પણ કરવાથી ઘરમાં હંમેશા સુસ-શાંતિ અને માતાની કૃપા બની રહે છે.

મંદિરમાં જમા કરવામાં આવેલા પૈસા કે ઘરેણાના બદલામાં ભક્તોને ટોકન આપવામાં આવે છે. ટોકન દેખાડીને જ ભક્તો દ્વારા આપવામાં આવેલી સામગ્રી તેઓને પાછી આપવામાં આવે છે.

આ સિવાય સિદ્ધિવિનાયક મંદિરમાં પણ ભક્તોને ચાંદીના સિક્કાઓ આપવામાં આવે છે. વૈષ્ણોદેવી મંદિરમાં પણ નાનો સિક્કો ભક્તોને આપવામાં આવે છે જેના પર વૈષ્ણોદેવીની તસ્વીર છપાયેલી હોય છે. આ સિવાય દેશના ઘણા મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ કરેલી વસ્તુઓ પ્રસાદના સ્વરૂપે ફરીથી ભક્તોને જ આપવામાં આવે છે. ભક્તો આ સિક્કઓને ઘરમાં સંભાળીને રાખે છે, તેઓનું માનવું છે કે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ હંમેશા બની રહે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
નોંધ : GujjuRocks.in આ ન્યૂઝની પૃષ્ટિ કરતું નથી.