આખા ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન- વન રેશન કાર્ડ લાગુ કરી દેવામાં આવ્યું છે. આ રેશનકાર્ડ દ્વારા વ્યક્તિ દેશના કોઈ પણ ખૂણામાં જઈને જાહેર વિતરણપ્રણાલી હેઠળ સસ્તું અનાજ ખરીદી શકે છે. પરંતુ રેશનકાર્ડને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

જો રેશનકાર્ડ આધાર કાર્ડથી લિંક નહીં હોય તો તમે 30 સપ્ટેમ્બર સુધી જ પીડીએસથી અનાજ ખરીદી શકો છો. પરંતુ 30 સપ્ટેમ્બર પછી આ યોજનાનો લાભ લેવા માટે રેશનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે. રૅશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ લાભાર્થીને આધાર નંબર ન હોવાને કારણે તેના ક્વોટાનું અનાજ આપવાની ના પાડી શકાય નહીં. આ સાથે જ લાભાર્થીનું નામ અથવા રેશનકાર્ડ પીડીએસમાંથી દૂર કરી શકાય નહીં.

આધારકાર્ડ લિંકિંગની આધિકારિક વેબસાઇટ પર જઈ સ્ટાર્ટનાઉ પર ક્લિક કરવું. ત્યાર બાદ તમારા એડ્રેસની ડિટેલ એડ કરવી. બેનિફિટ ટાઇપમાં ‘રેશનકાર્ડ’ના વિકલ્પની પસંદગી કરવી. ત્યાર બાદ તમારા રેશનકાર્ડમાં આપેલ સ્કીમની પસંદગી કરવી. ઓટીપી વેરિફિકેશન બાદ તમારું રેશનકાર્ડ તમારા આધાર કાર્ડથી લિંક્ડ થઈ જશે.

ઓનલાઈન પ્રોસેસથી લિંક કરવા આધાર લિંકિંગની વેબસાઈટ પર જઈને સ્ટાર્ટ નાઉ પર ક્લિક કરો. આ પછી પોતાના એડ્રેસ સાથેની માહિતી ભરો. બેનિફિટ ટાઈપમાં રેશનકાર્ડનો વિકલ્પ પસંદ કરો. અહીં રેશન કાર્ડમાં આપવામાં આવેલી સ્કીમ પસંદ કરો.
ઓટીપી વેરિફિકેશન બાદ તમારું રેશનકાર્ડ આધાર સાથે લિંક થઈ જશે. ઓફલાઈન માટે તમે તમારા નજીકના પીડીએસ સેન્ટર પર જાઓ. આધાર કાર્ડ અને રેશનકાર્ડ લિંક થયા પછી પણ તમને મોબાઈલ નંબર પર માહિતી અપાશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.