બોલીવુડની દુનિયા બહારથી જેટલી રંગીન દેખાય છે એટલી જ અંદરથી અંધકારમય ભરેલી પણ છે. બોલીવુડના કલાકારોના વ્યક્તિગત જીવનમાં પણ ઘણા ઉતાર ચઢાવ આવતા હોય છે. ફિલ્મોમાં ગ્લેમરસ દેખાતી કલાકારોની જિંદગીની બાબતો ઘણીવાર લોકોની સામે આવી જાય છે તો ઘણીવાર દબાઈને જ રહી જાય છે. તેઓનું વ્યક્તિગત જીવન ઘણીવાર સમસ્યાઓ ભરેલું બની જાય છે.

એવું જ જીવન જીવી રહી છે એક જમાનાની ફેમસ અભિનેત્રી રતિ અગ્નિહોત્રી. 10 ડિસેમ્બર 1960 ના રોજ જન્મેલી રતિ આજે 58 વર્ષની થઇ ચુકી છે. રતિએ પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવનો સામનો કર્યો છે. આજે અમે તમને રતિના જીવન વિશેની વાતો જણાવીશું.

રતિએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1979 માં તમિલ ફિલ્મ Puthiya Vaarpugal દ્વારા કરી હતી. રતિએ માત્ર 10 વર્ષની ઉંમરમાં જ મૉડેલિંગ શરૂ કરી દીધું હતું. વર્ષ 1981 માં રતિએ બૉલીવુડ ફિલ્મ એક દુજે કે લિયે દ્વારા ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ સુપર હિટ સાબિત થઇ હતી અને તેના પછી રતિ સફળતા મેળવતી ગઈ.

1980 સુધીમાં રતિ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક જાણીતી અભિનેત્રી બની ચુકી હતી. આ વચ્ચે તેની મુલાકાત મુંબઈના આર્કિટેક્ટ અને બિઝનેસમૅન અનિલ વીરવાની સાથે થઇ હતી. બંન્ને એક ઇવેન્ટમાં મળ્યા હતા, જેના પછી બંન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા. બંન્નેનો પરિવાર આ લગ્નથી ખુશ ન હતો પણ આખરે બંન્નેના લગ્ન થઇ ગયા.

બંન્નેએ 9 ફેબ્રુઆરી 1985 ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન પછી રતિએ પતિ અને પરિવાર માટે ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી, પણ તેના પછી બંન્ને વચ્ચે મનમુટાવ અને જગડા થવા લાગ્યા.

એવી પણ ખબરો આવી હતી કે તેનો પતિ તેના પર ઘરેલુ હિંસા કરતો હતો અને રતિ પોતાને બચાવવા માટે આખા ઘરમાં દોડ્યા કરતી હતી. જો કે વર્ષ 1986 માં રતિએ દીકરા તનુજ વીરવાનીને જન્મ આપ્યો હતો છતાં પણ પતિના સ્વભાવમાં ફરક પડ્યો ન હતો.

રતિ પતિના આવા વ્યવહારને 30 વર્ષ સુધી સહન કરતી રહી હતી. એક ઇન્ટરવ્યૂમાં રતિએ કહ્યું હતું કે, મને લાગતું હતું કે મને આવી રીતે પતિ દ્વારા મારતા મારતા જ હું મરી જઈશ.”

જેના પછી રતિએ 14 માર્ચ 2015 ના રોજ પતિના વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દર્જ કરાવ્યો. જેના પછી બંન્ને અલગ થઇ ગયા હતા. હાલ રતિ એકલી જ પોતાનું જીવન વ્યતીત કરી રહી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.