ધાર્મિક-દુનિયા

જય જગન્નાથ: અષાઢી બીજની રથયાત્રા તેમજ તેનો મહિમા, જાણો એક ક્લિકે

સપ્તપુરીમાંથી જગન્નાથપુરીમાં અષાઢ માસમાંની નીકળતી રથયાત્રા આ વર્ષે 4 જુલાઈ 2019 ના દિવસે નીકળી હતી. આ પાવન યાત્રામાં ભગવાન વિષ્ણુના અવતારમાં ભગવાન જગન્નાથ તેમજ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથ પર સવાર થઈને નીકળે છે. વર્ષોથી આ રથયાત્રામાં ઘણા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભાગ લે છે. રથયાત્રા ઉત્સવ દરમ્યાન ભગવાન જગન્નાથ ને રથ પરને પૂરા નગરમાં ભ્રમણ કરાવવામાં આવે છે.

Image Source

તમને ખબર છે કે કેમ જગન્નાથ રથયાત્રા કેમ નીકળે છે અને તેની પાછળની કહાની શું છે…

બધા જ સનાતન પર્વમાં એક રથયાત્રાનો પરવાનો ખૂબ જ મહત્વ છે. તેનું વર્ણન ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં જોવા મળ્યું છે. ભગવાનને ની આ પાવન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્ત ગણ વાદ્યયંત્રો ની સાથે વિશાળ રથોને દોરીથી ખેંચતા જોવા મળે છે.

આ પવિત્ર રથયાત્રાનો આરંભ ભગવાન શ્રી જગન્નાથજીના રથનોની સામે સોનાની ઝાડુ ને લોકો હલાવતા રહે છે. તેમજ તેની સાથે મંત્ર ઉચ્ચાર અને તેની સાથે સાથે વિધિ-વિધાનથી રથયાત્રા શરૂ કરે છે.એવી માન્યતા છે કે જગન્નાથજીના રથયાત્રા ને લોકો એકબીજાના સહયોગથી ખેંચે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રામાં સૌથી પહેલા બલભદ્ર નું રથનું પ્રસ્થાન કરવામાં આવે છે. ત્યારબાદ બહેન સુભદ્રાજીનો રથ અને છેલ્લે જગન્નાથજીનો રથ શ્રદ્ધાપૂર્વક લોકો ખેંચીને શરૂઆત કરે છે…

Image Source

જગન્નાથજીની રથયાત્રા ગુડીચા માતાના મંદિરમાં પહોંચીને સંપૂર્ણ કરે છે. મંદિર છે જ્યાં  વિશ્વકર્માના ત્રણે દેવની પ્રતિમાનું નિર્માણ થયેલું છે. આ મંદિરમાં ભગવાન એક સપ્તાહ સુધી રહે છે જ્યાં તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જગ્યાએ ભગવાન ની માસીનો પણ ઘર માનવામાં આવે છે.

ભગવાનના માસીના ઘરે સ્વાદિષ્ટ પકવાનોનો ભોગ લગાડવામાં આવે છે. જો ભગવાન જગન્નાથ બીમાર પડી જાય તો તેમને પથ્યનો ભોગ લગાડવામાં આવે છે. જેનાથી ભગવાન સારા થઈ જાય છે.

રથયાત્રાના ત્રીજા દિવસે ભગવાન જગન્નાથ જીને શોધીને લક્ષ્મીજી મંદિરમાં આવે છે. અને મંદિરના દરવાજા બંધ કરવામાં આવે છે જેના કારણે લક્ષ્મીજી નારાજ થઈને રથના પઈડ્યા તોડી દે છે. ત્યારબાદ પુરીના એક મંદિરમાં તે સ્થિત થઇ જાય છે.

Image Source

ભગવાન જગન્નાથજી લક્ષ્મી ને મનાવવા માટે ત્યાં જાય છે. ભગવાન જગન્નાથજી તેમની સામે ક્ષમા માંગે ને ઘણા બધા ઉપહાર આપીને તેમને પ્રસન્ન કરવાની કોશિશ કરતા રહે છે. માન્યતા છે કે જે દિવસે ભગવાન જગન્નાથ માતા લક્ષ્મીજીને મનાવી દેશે તે દિવસે વિજયા દશમી તરીકે ઉજવવામાં આવે છે નવ દિવસ પુરા થઈને ભગવાન જગન્નાથ જગન્નાથ મંદિરમાં પાછા જાય છે.

ભગવાન જગન્નાથની આ પાવન રથયાત્રા નવ દિવસ સુધી ધૂમધામથી ચાલે છે. પ્રસિદ્ધ રથયાત્રામાં એવી ઘણી બધી વાતો છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ રથયાત્રામાં લાખો ભક્તો જોડાય છે.

આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોની અલગ અલગ વિશેષતા છે. તેમજ અલગ અલગ રંગ અને ઉંચાઈથી તમે જાણી શકો છો કે કોનું રથ કયું છે.

જેમકે બલરામજીની રથયાત્રા લાલ અને લીલા કલરનુ…

સુભદ્રાજીનુ રથ કાળા અને ભૂરા કલરનુ.

ભગવાન જગન્નાથજીનો રથ લાલ અને પીળા કલરનો છે.
આ રથનો પ્રારંભ સોનાની જાડુથી શરૂ થાય છે. રથયાત્રાના દિવસે વરસાદ અવશ્ય થાય છે. લોકો પ્રસાદીમાં મગ અને જાંબુ નો ભોગ અવશ્ય લે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks