હેલ્થ

રાત્રે સૂતા પહેલા આ પીણા પીવાથી વજન ઘટશે, પણ આ છે નિયમ – વાંચો આ ટિપ્સ

આપણી આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલને કારણે આપણી પાસે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાનો સમય નથી રહેતો જેને કારણે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે અને આપણા ભોજન પ્રત્યે પણ બેદરકારી દાખવીએ છીએ. જેને કારણે આપણું વજન વધી જાય છે અને આપણું શરીર બેડોળ થઇ જાય છે. અને પછી આપણે શરુ કરીએ છીએ વજન ઉતારવા માટેની કવાયત, પણ એમાં પણ જિમ જવું કે બીજી કસરતો કરવી આપણા માટે ખૂબ જ મુશ્કેલીભર્યું કામ બની છે.

ડાયટિંગ કરવી, અને યોગા કરવા છતાં પણ લોકોના શરીરમાં જલ્દી ફરક નથી પડતો. ત્યારે ડાયટિશિયનો અને જીમના ટ્રેનરો રાત્રે ઓછુ જમવાનું કહે છે કારણકે રાત્રે જમ્યા પછી તરત સૂઈ જવાથી વજન વધી જાય છે અને તેનું પાચન થવામાં મુશ્કેલી પડે છે.

Image Source

અમુક લોકો રાત્રે સૂવાના બે-ત્રણ કલાક પહેલા જ ડિનર કરી લે છે. આ નિયમ અપનાવવાથી રાત્રે સૂતી વખતે ફરી પાછી ભૂખ લાગી જાય છે, અને જેના કારણે લોકો રાત્રે સૂતા પહેલા કંઈક તેલવાળો નાસ્તો કરે છે. જેથી વજન ઉતરવાને બદલે વધી જાય છે. સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે જ્યારે રાત્રે ભૂખ લાગે ત્યારે નાસ્તો કરવાને બદલે એવા પીણા પીવા જોઈએ કે જેથી ભૂખ પણ સંતોષાઈ જાય અને વજન પણ ન વધે. એક તીર સે દો નિશાન…

દ્રાક્ષનું સરબત:

એક એક્સપર્ટ અનુસાર, રાત્રે સૂવાની બરાબર પહેલા દ્રાક્ષનું સરબત પી લેવું જોઈએ. તેનાથી ઉંઘ પણ સારી રીતે આવી જાય છે અને વજન ઓછુ કરવામાં મદદ પણ થાય છે.

Image Source

દૂધ:

દૂધમાં કેલ્શિયમ અને ટ્રિપ્ટોફન અને બધા વિટામીન મોટી માત્રામાં હોય છે. સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીવાથી ઉંઘ પણ સારી આવી જાય છે. તમારી ઉંઘ જેટલી સારી હશે તેટલા જ સ્ટ્રેસ હોર્મોન્સ ઘટશે અને વજન ઉતરશે. દૂધ પીવાથી રાત્રે થાક ઉતરી જાય છે.

સૉય પ્રોટીન શેક:

એક્સપર્ટનું માનીએ તો સૉય પ્રોટીન શેક ઉંઘવાની ક્ષમતાને સુધારવામાં મદદ કરે છે. તે સાથે જ કૉર્ટિસોનનું લેવલ ઘટાડે છે જેથી પેટ અને તેની આસપાસ જમા થયેલી ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે.

Image Source

લો કેલેરીવાળું સોયા મિલ્ક:

આમાં કેલેરી બિલકુલ નથી અને અમીનો એસીડ અને ટ્રિપ્ટોફન પણ હોય છે. જેના કારણે સારી ઉંઘ આવે છે. અને સોયાબીનવાળું દૂધ પીવાથી સારા હોર્મોન્સ બનવાનું કામ પણ ચાલું થઈ જાય છે.

મોસંબીનું જ્યૂસ:

રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ મોસંબીનું જ્યૂસ પીવાથી શરીરમાં ઈંસૂલિનનો સ્ત્રાવ નિયંત્રિત થઈ જાય છે. આ એક કેલેરી જ્યૂસ છે જેમાં વિટામિન સી અને પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ શરબત તમારી સ્કિન માટે પણ ખૂબ લાભદાયક છે. આનાથી સ્કીન ચમકતી રહે છે.

નોંધ: જંક ફૂડ ખાતા હોય અને પ્રોપર ડાયટ પ્લાન ન હોય તો તેવા લોકો માટે વજન ઉતારવાની કોઈ શક્યતા નથી

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks