ધાર્મિક-દુનિયા

રાત્રે સપનામાં જો આ 5 વસ્તુમાંથી કોઈપણ 1 જોવા મળે તો ઘરમા થશે ધનના ઢગલા

દિવસભરના થાક બાદ જ્યારે ઘરે પહોંચીએ છીએ ત્યારે આંખોમાં નીંદર સિવાય બીજું કઈ દેખાતું જ નથી. માણસે પુરતી ઊંઘ લેવી જોઈએ. આપણે રોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની નીંદર જરૂરી છે. નીંદરમાં કોઈ વખત આપણે બધાને સપનાઓ આવે છે.

Image Source

સપનાઓની એક અલગ દુનિયા હોય છે, જેને આજ સુધી કોઈ સમજી નથી શક્યું. એક શોધ પ્રમાણે દુનિયાનો દરેક વ્યક્તિ જ્યારે રાતે સૂએ છે ત્યારે તે સપના જરૂર જુવે છે. આ દાવામાં કેટલી હકીકત છે તેના વિશે તો કંઈ ન કહી શકાય, પરંતુ હિન્દુ માન્યતા અનુસાર દરેક સપના પાછળ એક વિશેષ ફળ ચોક્કસ છુપાયેલું હોય છે. સાંભળ્યું છે કે સવારના સપનાઓ સાચા થાય છે. પણ આ સપનામાં ઘણી વખત દેખાતી વસ્તુ એ વાત ઉપર પણ આધાર રાખે છે કે આપણે રાત્રે સુતા પહેલા શું વિચારી રહ્યા હતા અથવા તો શું જોઈ અને સુતા હતા.

Image Source

તમે પણ સારા સપના જોવા ઈચ્છો છો? તો ચાલો એવી વાત જણાવીએ જેને જોવી શુભ છે.

જો તમે પણ આ વસ્તુને જોઈને સુવાની ટેવ પડશો તો એ વાતની પૂરી શક્યતા રહેશે કે તેની સાથે જોડાયેલી વસ્તુ તમારા સપનામાં પણ આવશે.

૧) મોરના પીંછા

Image Source

આપણા બધાના ઘરમાં એક મોરપીંછ તો હશે જ. દરરોજ રાત્રે સૂતા પહેલા જો તમે એ જોશો તો તમારા નસીબ ખુલી જશે. જો તમારા ઘરમાં મોરપીંછ નથી તો તમે મોરનો ફોટો જોઈને પણ કામ ચલાવી શકો છો. સાંભળ્યું છે કે સવારના સપનાઓ સાચા થાય છે.

પણ ઘણી વખત સપનામાં દેખાતી વસ્તુ ઘણી વખત એ વાત ઉપર પણ આધાર રાખે છે અને જો મોરપીંછ તમારા સપનામાં આવી ગયું તો તમને અઢળક ધનલાભ થશે.

૨) હાથી

Image Source

હાથીને ગણેશ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. એટલા માટે દરરોજ સૂતા પહેલા ગણેશ ભગવાનની મૂર્તિ કે ફોટોના દર્શન કરવા. અને જો તમને સપનામાં હાથી જોવા મળી જશે તો સમજી લેવું ભગવાન ગણેશની કૃપા તમારા પર થશે અને તમારો સારો સમય શરૂ થશે

૩) હંસોનો જોડો

Image Source

બે હંસોના જોડાને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા સપનામાં એ દેખાય તો સમજી લેવું તમારા જીવનમાં પ્રેમનું આગમન થવા જઈ રહ્યું છે. કોઈ સ્પેશ્યલ વ્યક્તિ તમારા જીવનમાં આવવા જઈ રહી છે. મતલબ કે તમને તમારો સાચો પ્રેમ જલ્દી મળવાનો છે.

૪) મા લક્ષ્મી

Image Source

દરરોજ સુતા પહેલા માતા લક્ષ્મીની મૂર્તિ કે ફોટો જરૂરથી જોઈ લેવો. માતા લક્ષ્મી જો તમને સપનામાં દેખાય તો તમારો બેડો પાર. મતલબ કે તમને ધનલાભ થવાનો છે. કારણકે માતા લક્ષ્મી ધન મા દેવી છે.

૫) ગાય

Image Source

આપણે બધા ગાયને આપણી માતા જ સમજીએ છીએ. રોજ રાત્રે સુતા પહેલા ગાય કે તેનો ફોટો જોવો પણ શુભ હોય છે. અને જો બને તો સાક્ષાત ગાયને જુઓ તો વધુ સારું. સપનામાં ગાય જોવાનો અર્થ છે કે તમારું જીવન બદલવાનું છે કંઈક સારું થવાનું છે. જીવનમાં બદલાવ આવવાનો છે.