ખબર

ફેક ન્યુઝ પર ભડક્યા રતન ટાટા, કહ્યું – આ વાત ન મેં કશે લખી છે, ન બોલી છે

પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા દરેક મોટા મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે, પરંતુ આ વખતે તેમણે ફેક ન્યુઝ વિશે ચોખવટ કરવી પડી રહી છે. તેમણે લોકોને આ લેખ અંગેની હકીકત શોધવાનું કહ્યું છે. વાત એમ છે કે ભારતની અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસની અસર વિશે રતન ટાટાના નામ પર એક મેસેજ વાયરલ થયો છે. પણ રતન ટાટાનું કહેવું છે કે તેમણે આવી વાત નથી કરી.

રતન ટાટાના કહેવા પ્રમાણે, જો તેઓએ કંઇક કહેવું હશે તો તેઓ તેમની ઓફિશિયલ ચેનલો પર કહેશે. સાથે જ તેમને એ વ્યક્તિને શોધવાનું પણ કહ્યું, જેણે તેમના નામે આ ફેક મેસેજ વાયરલ કર્યો.

Image Source

તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું, ‘આ વાતો ન તો મેં કહી છે અને ના લખી છે. હું તમને વિનંતી કરું છું કે વોટ્સએપ અને અન્ય મીડિયા પ્લેટફોર્મ પર ફરતી આ પોસ્ટની હકીકત વિશે માહિતી મેળવે. જો મારે કંઇક બોલવું હોય છે તો હું મારી ઓફિશિયલ ચેનલો પર કહ્યું છું. હું આશા રાખું છું કે તમે સુરક્ષિત રહેશો અને તમારી સંભાળ રાખી રહ્યા હશો.’

વ્હોટ્સએપ સહિતના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રતન ટાટાના નામથી વાયરલ થયેલી પોસ્ટનું ટાઇટલ ‘વેરી મોટિવેશનલ એટ ધ અવર’ છે. આ વાયરલ થયેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘નિષ્ણાતો માને છે કે કોરોનાને કારણે અર્થવ્યવસ્થાનું પતન થશે. હું આ નિષ્ણાતો વિશે વધારે જાણતો નથી. પરંતુ હું એ વાત જરૂર જાણું છું કે આ નિષ્ણાતો માનવ પ્રેરણા અને જુનૂન સાથે કરવામાં આવેલા પ્રયત્નો વિશે કંઇ જાણતા નથી.

તેમાં આગળ લખ્યું છે કે, ‘જો તમે નિષ્ણાતો પર વિશ્વાસ કરતે, તો બીજા વિશ્વ યુદ્ધમાં સંપૂર્ણ રીતે બરબાદ થઇ ચૂકેલા જાપાનનું કોઈ ભવિષ્ય જ ન હોત. પરંતુ માત્ર ત્રણ દાયકામાં જ જાપાને બજારમાં યુએસને રડાવી દીધું. જો નિષ્ણાંતો પર વિશ્વાસ કરતે, તો અરબ દેશોએ વિશ્વના નકશામાંથી ક્યારનું ઇઝરાઇલનું નામ ભૂંસી નાખ્યું હોત, પણ તસ્વીર કઈંક જુદી જ છે.

જો નિષ્ણાંતોની વાત માનતે તો 1983માં ભારત વર્લ્ડ કપ જીતી શક્યું ન હોત. જો નિષ્ણાતોની માનતે તો એથ્લેટિક્સમાં 4 ગોલ્ડ મેડલ જીતનારી વિલ્મા રુડોલ્ફ માટે ચાલવું પણ મુશ્કેલ હતું, દોડવું તો દૂરની વાત છે. જો નિષ્ણાંતો માનીએ તો અરૂણિમા ભાગ્યે જ સરળતાથી જીવી શકતી, પરંતુ તેણે માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધી હતી.

કોરોના સંકટ પણ કોઈ અન્ય બાબત નથી. એ વાતમાં મને કોઈ શંકા નથી કે આપણે કોરોના વાયરસને હરાવીશું અને ભારતીય અર્થવ્યવસ્થા મજબૂતીથી વાપસી કરશે.’

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.