ખબર

82 વર્ષીય ભારતના આ અબજોપતિ બિઝનેસમેને શેર કરી હતી યુવાનીની તસ્વીર, કરોડો ચાહકો ફિદા થઇ ગયા

ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ ઇન્સ્ટાગ્રામમાં તેની એક જુવાનીના સમય ની એક તસ્વીર શેર કરી હતી. રતન ટાટા લગભગ 3 મહિના પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર જોડાયા છે. આટલા ટૂંકા સમયમાં જ 8 લાખ લોકોથી વધુ લોકો ફોલો કરે છે. આ તેની 15મી પોસ્ટ છે. જેને લોકોના દિલ જીતી લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Ratan Tata (@ratantata) on

82 વર્ષીય રતન ટાટાએ હાલમાં જ જે તસ્વીર શેર કરી છે તે લોસ એન્જીલસની છે. આ દરમિયાન તે 25 વર્ષના હતા. રતન ટાટાની આટલી સારી તસ્વીર જોયા બાદ ઘણા લોકોને એવું લાગ્યું હતું કે, આ એક હોલીવુડ સ્ટાર છે. જણાવી દઈએ કે, રતન ટાટાએ અમેરિકામાં ભણ્યા હતા થોડા સમય કામ કર્યા બાદ તે 1962માં ભારત પાછા ફર્યા હતા. તે સમયે તેની ઉંમર 25 વર્ષ હતી.

રતન ટાટાની આ તસ્વીરને લોકોએ બહુજ પસંદ કરી છે. આ કારણે જ અત્યાર સુધીમાં આ તસ્વીરને લખાય છે ત્યાં સુધીમાં 7 લાખથી વધુ લાઈક આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Ratan Tata (@ratantata) on

ટાટાએ આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, હું આ તસ્વીર બુધવારે જ શેર કરવા ઈચ્છતો હતો પરંતુ કોઈએ મને થ્રો બ્રેક ગુરુવાર વિષે જણાવ્યું હતું. એ માટે હું લોસ એન્જલ્સના દિવસની આ તસ્વીર શેર કરી રહ્યો છું. થ્રો બેક ગુરુવાર ઇન્સ્ટાગ્રામ જેવું સોશિયલ મીડિયા પર ઘણું ટ્રેંડમાં છે. લોકો #ThrowbackThursday હેશટેગ સાથે જુના દિવસોની તસ્વીર શેર કરતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Ratan Tata (@ratantata) on