રતન ટાટાના ફેને હીરાથી બનાવી શાનદાર તસવીર, દેશના રત્નને આપી અદ્ભૂત શ્રદ્ધાંજલિ, લોકો ખૂબ કરી રહ્યા છે તારીફ- જુઓ વીડિયો
દેશના રતન અને દેશના હીરો રતન ટાટાનું 9 ઓક્ટોબર બુધવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે નિધન થયું, તે તેમના પાછળ એક એવી વિરાસત છોડી ગયા જેણે અગણિત જિંદગીઓને પ્રભાવિત કરી. રતન ટાટાના નિધન બાદ દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ. રતન ટાટા દેશના રત્ન હતા. તેમના કામ સિવાય, તેમણે જીવનભર અન્ય લોકો વિશે વિચાર્યું. તે દરેક આફતમાં આગળ આવીને મદદ કરતા હતા.

રતન ટાટા ખૂબ જ ઉમદા, સત્યવાદી અને સરળ વ્યક્તિત્વ હતા. તેમને ભાગ્યે જ કોઇ ભૂલી શકશે. રતન ટાટાએ તેમના વ્યક્તિત્વના કારણે લોકોમાં પોતાની ઓળખ બનાવી હતી. દેશભરમાં તેમના ચાહકોની કોઈ કમી નથી. લોકો પોતપોતાની રીતે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે સુરતના હીરાના વેપારી વિપુલભાઈ જેપીવાલાએ રતન ટાટાને વિશાળ હીરાનું પોટ્રેટ બનાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રતન ટાટા હવે આ દુનિયામાં નથી, પરંતુ લોકોનો તેમના પ્રત્યેનો પ્રેમ જોઈને લાગે છે કે તેઓ હંમેશા દરેકના દિલમાં જીવંત રહેશે. આ વેપારીએ રતન ટાટાનું પોટ્રેટ બનાવવા માટે 11000 અમેરિકન હીરાનો ઉપયોગ કર્યો છે. આ તસવીર જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને વેપારીના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આના પર લોકો તરફથી ખૂબ જ ભાવનાત્મક અને સારી કમેન્ટ્સ આવી રહી છે. રતન ટાટાનું આ ડાયમંડ પોટ્રેટ ખૂબ જ આકર્ષક છે. તમને જણાવી દઈએ કે રતન ટાટાના નિધન બાદ નોવેલ ટાટાને ટાટા ગ્રુપના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. તેઓ રતન ટાટાના સાવકા ભાઈ છે.
View this post on Instagram
