માત્ર 17 વર્ષની ઉંમરે હજારો ફૂટ ઉપર અધવચ્ચે જ રતન ટાટાનું વિમાન થઈ ગયું હતું બંધ, રસપ્રદ સ્ટોરી
દેશના સૌથી મોટા કારોબારી અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાના જીવન સાથે જોડાયેલા કેટલાય રોચક કિસ્સાઓ ઘણા લોકોને પ્રેરણા પણ આપનારા બને છે. પોતાના જીવનમાં બનેલા કિસ્સાઓને તે પોતે જ દુનિયાને જણાવે છે. એવો જ એક કિસ્સો છે જેને થોડા સમય પહેલા જ તેમને એક ચેનલના શો દરમિયાન જણાવ્યો હતો.

તેમના જણાવ્યા અનુસાર જયારે તેઓ 17 વર્ષના હતા. ત્યારે એક વિમાનમાં હતા. જે ક્રેશ થતા થતા બચ્યું હતું. આ શોની અંદર તેમને જણાવ્યું કે તમને કેવી રીતે પ્લેનને ક્રેશ થતા બચાવ્યું અને મૃત્યુને પણ માત આપી હતી.

રતન ટાટાના જણાવ્યા અનુસાર 17 વર્ષની ઉંમરમાં તે કોલજમાં હતા. 17 વર્ષની ઉંમરમાં વિમાન ઉડાવવા માટે પાયલટનું લાયસન્સ લેવા માટે યોગ્ય ઉંમર માનવામાં આવતી હતી. તેમને જણાવ્યું કે તે સમયે તેમના માટે એ આસાન નહોતું કે તે પ્લેન ઉડવાની પ્રેક્ટિસ માટે દર વખતે પ્લેન ભાડે લઇ શકે.

એવામાં તેમને જણાવ્યું કે તેમને પોતાના મિત્રો સાથે વાત કરી. તે પણ પ્લેન ઉડવાનું શીખી રહ્યા હતા. રતન ટાટાએ તેમને કહ્યું કે જો તમારે પ્લેન ઉડાવવું હોય તો ચાલો જઈએ. ભાડાનો કેટલોક ભાગ હું તમને આપીશ. તેઓ આ પ્રકારની મદદ માટે હંમેશા તૈયાર રહે છે.

ત્યારબાદ ત્રણ મિત્રો સાથે પ્લેન ઉડાવવા લાગ્યા. બધા જ ખુબ જ ખુશ હતા. એ દરમિયાન જ તેમના વિમાનનું એન્જીન ખરાબ થઇ ગયું. તેના પહેલા વિમાન ઝડપથી હલ્યું પણ હતું. જેનાથી બધા જ લોકો ખુબ જ હેરાન પણ થઇ ગયા હતા. કોઈ કંઈજ બોલી રહ્યું નહોતું. થોડા જ સમયમાં વિમાન ક્રેશ થવાનું હતું.

રતન ટાટાએ કહ્યું કે તે એન્જીન વગર હતા અને તેમને એ વાત ઉપર ધ્યાન આપવાનું હતું કે તે નીચે કેવી રીતે જઈ શકાય. આ ઘટના બાદ તેમની સાથે રહેલા મિત્રો એટલા ગભરાઈ ગયા હતા કે કોઈએ પ્લેન નીચે આવવા સુધી એક પણ શબ્દ ના કહ્યો.

મુશ્કેલીઓમાંથી બહાર નીકળીને ટાટાએ કહ્યું કે: “એક હલકા પ્લેનની અંદર એન્જીન ખતમ થવું કોઈ મોટી વાત નથી. તેમાં પ્લેન ક્રેશ થવાથી પણ બચી શકાય છે.” ટાટાએ આગળ કહ્યું કે: “આ એ વાત ઉપર નિર્ભર રાખે છે કે તમે કેટલી ઊંચાઈ ઉપર છો. જ્યાં તમે પ્લેન ઉતારવા માંગો છો એ જમીન તમે પહેલા જોઈ છે કે પછી જોવાની છે અને તેના માટે તમારી પાસે પૂરતો શમી છે કે નહિ?”

એ સમયે જયારે પ્લેન ક્રેશ થવાનું હતું ત્યારે રતન ટાટા શાંત રહ્યા અને પોતાની હિંમત બનાવી રાખી. તેમને હસતા હસતા પોતાની વાત ખતમ કરી અને કહ્યું કે : “તમે હસી નથી શકતા કે એન્જીન બંધ થઇ ગયું છે.”