ખબર

પોતાના બીમાર પૂર્વ કર્મચારીને અચાનક જ મુંબઈથી પુણે મળવા માટે પહોંચી ગયા રતન ટાટા

પૂર્વ કર્મચારીને બીમાર થવા ઉપર મળવા પહોંચાય રતન ટાટા, લોકોએ કહ્યું, “એક જ દિલ છે, કેટલીવાર જીતશો ?”

દેશના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટા પોતાના સેવાકીય કાર્યોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તે હંમેશા એવું કંઈક કરે છે, જે દિલ જીતી લે છે, હાલ રતન ટાટા પોતાના એક પૂર્વ કર્મચારીને તેની બીમારી દરમિયાન મળવા ગયા હોવાના કારણે ચર્ચામાં છે.

Image Source

રતન ટાટાને જયારે ખબર પડી કે પુણેની અંદર તેમનો એક પૂર્વ કર્મચારી છેલ્લા બે વર્ષથી બીમાર છે, ત્યારે અચાનક જ તેઓ મુંબઈથી પુણે તે કર્મચારીના હાલચાલ પૂછવા માટે પહોંચી ગયા હતા. તેમને અચાનક આવેલા જોઈને સૌ કોઈ હેરાન પણ રહી ગયા હતા.

Image Source

રતન ટાટા તેમના કર્મચારીના ઘરે અડધો કલાક સુધી બેઠા, અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી. તે કર્મચારીની સોસાયટીમાં અચાનક રતન ટાટાને આવેલા જોઈને કોઈ વિશ્વાસ પણ ના કરી શક્યું. તેમની સાદાઈ જોઈને સૌ કોઈ હેરાન હતા. તો સોશિયલ મીડિયામાં પણ લોકો કોમેન્ટ કરીને કઈ રહ્યા છે કે “એક જ દિલ છે, કેટલીવાર જીતશો !”