દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ રતન ટાટાને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તે ભારતના એક સફળ વ્યવસાયિક છે. પરંતુ તેમના અંગત જીવનમાં ડોકિયું કરીએ તો પારિવારિક જીવનમાં તેમનું કિસ્મત સારું નથી રહ્યું. સાથે તેમને પ્રેમમાં નિષ્ફળતા જ મળી છે.

રતન ટાટા માત્ર 10 વર્ષની ઉંમરમાં જ તે પોતાના માતા-પિતાથી અલગ થઇ ગયા હતા. ત્યારબાદ તેમનું પાલન પોષણ તેમના દાદીએ કર્યું હતું. તે માત્ર 21 વર્ષની ઉંમરમાં જ ટાટા ગ્રુપના ચેરમેન બની ગયા. તેઓ પ્રેમમાં પણ પડ્યા પરંતુ તેમાં પણ તેમને સફળતા મળી નહીં.

સામાન્ય રીતે પોતાના અંગત જીવનને લઈને ચૂપ રહેવા વાળા રતન ટાટાએ જણાવ્યું હતું કે તે કેવી રીતે પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન થતા થતા રહી પણ ગયા હતા. આ ઘટના અમેરિકાના લોસ એન્જીલીસની છે. જ્યાં કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રતન ટાટા એક આર્કિટેક્ચર ફર્મમાં નોકરી કરવા લાગ્યા. 1960ના શરૂઆતના દિવસોની વાત છે. રતન ટાટા પાસે પોતાની કાર હતી અને તે મજા માણી રહ્યા હતા.

તેમને જણાવ્યું હતું કે: “હું એક ચીની યુવતીના પ્રેમમાં પડ્યો હતો અને લગ્ન પણ થવાના જ હતા. પરંતુ એજ સમયમાં મેં ભારત પાછા આવવાનો નિર્ણય કર્યો કારણ કે હું મારા દાદીથી દૂર હતો. તે ખુબ જ બીમાર હતી. મને આશા હતી કે મારી થવા વાળી પત્ની પણ ભારત આવશે. જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું. પરંતુ 1962ની ભારત-ચીનની લડાઈના કારણે તે છોકરીના માતા-પિતા તેના ભારત આવવાના પક્ષમાં નહોતા. અને એ રીતે સંબંધ તૂટી ગયો.”

રતન ટાટાને એકવાર નહીં પરંતુ 4 વાર પ્રેમ થયો હતો. બાકીના ત્રણ પ્રેમ વિશે પૂછવા ઉપર પણ તેમને જણાવ્યું હતું કે તે સમય હવે પૂર્ણ થઇ ગયો છે. તેમના જીવનમાં જે પણ છોકરીઓ આવી તેની સાથે વિશ્વાસ અને પ્રેમથી તેમને સંબંધ નિભાવ્યો તે છતાં પણ કોઈને કોઈ મુશ્કેલીના કારણે તેમનો પ્રેમ અધૂરો રહી ગયો અને તે લગ્ન ના કરી શક્યા.

રતન ટાટાએ પોતાની સાથે રિલેશનમાં રહેલી કોઈપણ છોકરીનું નામ નથી જણાવ્યું કારણ કે તેમનું માનવું છે કે નામ જાહેર થવાના કારણે તે છોકરીઓનું અંગત જીવન પણ ખરાબ થઇ શકે છે.
View this post on Instagram