પ્લેન ઉડાવવાના શોખીન છે રતન ટાટા, 17 વર્ષની ઉંમરે ખતરનાક હાલતમાં કરાવ્યુ હતુ પ્લેનનું સુરક્ષિત લૈંડિંગ

રતન ટાટાનો જવાબ નથી ! હવામાં ખરાબ થઇ ગયુ હતુ પ્લેનનું એક એંજીન, તો પણ કરાવ્યુ સેફ લૈંડિંગ – જુઓ PHOTOS

દેશના દિગ્ગજ બિઝનેસમેન અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા પ્લેન ઉડાવવાના શોખીન છે. રતન ટાટા ઘણી નાની ઉંમરથી જ પ્લેન ઉડાવી રહ્યા છે. તેમણે 17 વર્ષની ઉંમરમાં એક પ્લેનનું સુરક્ષિત લૈંડિંગ કરાવ્યુ હતુ. જેનું એંજીન ઉડાન દરમિયાન બંધ થઇ ગયુ હતુ. જણાવી દઇએ કે, દેશમાં પહેલી એરલાઇન્સની સ્થાપના જેઆરડી ટાટાએ કરી હતી. જેઆરડી ટાટાએ પહેલીવાર કરાચીથી મુંબઇ સુધી પ્લેન ઉડાવ્યુ હતુ. તેમણે ટાટા એરલાઇન્સની શરૂઆત કરી હતી. જેનું નામ બાદમાં એર ઇન્ડિયા થઇ ગયુ હતુ. ભારત સરકારે તેનો મોટો ભાગ ખરીદી લીધો હતો અને તે સાર્વજનિક ક્ષેત્રની વિમાનની કંપની થઇ ગઇ હતી.

રતન ટાટા એક એવા બિઝનેસમેન છે જે લાખો લોકોના આઇકોન અને પ્રેરણાસ્ત્રોત છે. ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાની જીવનીથી બધા કંઇકને કંઇક શીખી શકે છે, પછી તે કંપનીને આકાશ સુધીની ઊંચાઇઓથી પણ આગળ પહોંચાડવાની હોય કે પછી સમાજના લોકોની મદદ કરવાની હોય. તેઓની કંપની બધા ક્ષેત્રોમાં આગળ રહે છે. રતન ટાટાના જીવનના નાના-મોટા કિસ્સાઓ સાંભળવા માટે ઘણા લોકો આતુર રહે છે. કેટલાક સમય પહેલા રતન ટાટાએ પિયાનો શીખવાની તમન્ના જગ જાહેર કરી હતી અને લોકોની નજરોમાં તેમના પ્રતિ સમ્માન વધી ગયુ હતુ.

બિઝનેસમેન અને સમાજસેવી રતન ટાટા પાસે પાયલોટ લાયસન્સ પણ છે અને આ વાત ઘણા ઓછા લોકો જાણે છે. મીડિયા રીપોર્ટ અનુસાર રતન ટાટાને 17 વર્ષની ઉંમરે જ પાયલોટ લાયસન્સ મળી ગયુ હતુ. ન્યુઝ 18ના રીપોર્ટ અનુસાર રતન ટાટા બે વાર એવા પ્લેનમાં હતા જયારે પ્લેનનું એંજીન ખરાબ થઇ ગયુ હતુ. રતન ટાટાએ કહ્યુ કે, પહેલીવાર મેં જયારે પ્રેક્ટિસ કરી તો Circuit Training અને લૈંડિંગ સરળ હતુ. બીજીવાર હું મારા ત્રણ સહપાઠીઓ સાથે હતોો. અમે લોકો Cornell આસપાસ ઉડી રહ્યા હતા અને એરપોર્ટથી 9 મીલની દૂરી પર હતા ત્યારે અમે જેમ તેમ લૈંડિંગ કર્યુ હતુ.

રતન ટાટા કોલેજના દિવસોમાં હેલીકોપ્ટર ઉડાવતા હતા અને તેઓ માંડ માંડ બચ્યા હતા. તેઓ એક સિંગલ એંજીન હેલિકોપ્ટર ઉડાવી રહ્યા હતા ત્યારે  તેમાં કંઇક ખરાબી આવી ગઇ હતી. રતન ટાટાએ જણાવ્યુ કે, તેઓ પાણી ઉપર ઉડી રહ્યા હતા અને જમીન પર જેમ તેમ તેમણે સુરક્ષિત લૈંડિંગ કરાવ્યુ હતુ.

ટાટા ગ્રુપના પ્રમુખ રતન ટાટા યુદ્ધક વિમાનો ઉડાવવાનો શોખ રાખે છે. ઉંમર વધુ હોવા છત્તાં પણ તેઓ પ્લેન ઉડાવવામાં કોઇ પણ રીતની કઠિનાઇ મહેસૂસ કરતા નથી. તેઓ દેશના પહેલા ઉદ્યોગપતિ છે જેમને વોર પ્લેન ઉડાવવાનો મોકો મળ્યો છે. રતન ટાટા ઘણી નાની ઉંમરથી ખતરનાક પરિસ્થિતિઓમાં પણ વિમાન ઉ઼ડાવે છે.

Shah Jina