સીનિયર સિટીઝનનું એકલતાપણું દૂર કરશે આ કંપની…જુવાનના આઇડિયા પર એટલા ફિદા થઇ ગયા રતન ટાટા કે કરી દીધુ ફંડિંગ

રતન ટાટાએ જુવાનિયાના આઈડિયા પર તિજોરી ખોલીને કરી દીધું ફંડિંગ, ખુબ ખુબ સલામ છે સર ટાટાને, જાણો દેશને શું ફાયદો થશે

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા સાથેનો આ વાંકડિયા વાળવાળો યુવાન કોણ છે ? શું તમે જાણો છો કે રતન ટાટા સાથે તેનું શું કનેક્શન છે? રતન ટાટા આ યુવકથી ખૂબ જ ખુશ છે. તે તેમને બિઝનેસ ટિપ્સ પણ આપે છે. આ યુવાન દિગ્ગજ ઉદ્યોગપતિના ખભા પર હાથ મૂકીને તસવીરો પણ ક્લિક કરાવે છે. ગયા વર્ષે રતન ટાટાના 84માં જન્મદિવસ પર આ જ યુવક સાથેનો તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. આ યુવકનું નામ શાંતનુ નાયડુ છે. તેણે કોર્નેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.

નાયડુ એમબીએની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ 2018માં ભારત પરત ફર્યો હતો. તે ટાટા ટ્રસ્ટના ચેરમેનની ઓફિસમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે જોડાયો. મંગળવારે શાંતનુ નાયડુ સાથે રતન ટાટાની તસવીર લેવામાં આવી હતી જ્યારે રતન ટાટાએ ‘ગુડફેલો’ નામના સ્ટાર્ટઅપમાં રોકાણની જાહેરાત કરી હતી. જેના સ્થાપક શાંતનુ નાયડુ છે. ગુડફેલોઝ વરિષ્ઠ નાગરિકોને સેવા તરીકે સહાય પૂરી પાડતી સ્ટાર્ટઅપ છે, જોકે, રોકાણની રકમ જાહેર કરવામાં આવી નથી.

પીટીઆઈના સમાચાર મુજબ, ટાટા જૂથમાંથી નિવૃત્ત થયા પછી રતન ટાટા સ્ટાર્ટઅપ કંપનીઓને સતત સમર્થન આપી રહ્યા છે. તેમણે અત્યાર સુધીમાં 50થી વધુ કંપનીઓમાં રોકાણ કર્યું છે. આ નવી કંપનીની સ્થાપના શાંતનુ નાયડુ દ્વારા કરવામાં આવી છે. ગુડફેલોઝે છેલ્લા છ મહિનામાં સફળ બીટા પૂર્ણ કર્યું છે. હવે તે મુંબઈ અને ટૂંક સમયમાં પુણે, ચેન્નાઈ અને બેંગલુરુમાં ઉપલબ્ધ થશે. ભારતમાં 5 કરોડ વૃદ્ધો એકલા રહે છે. તેનું કારણ કાં તો જીવનસાથીની ખોટ છે અથવા તો પરિવારના સભ્યો બહાર સ્થાયી થયા હોવાનું છે.

ગુડફેલોઝનું બિઝનેસ મોડલ એ ‘ફ્રીમિયમ’ સબસ્ક્રિપ્શન મોડલ છે. ટાટાને બોસ, માર્ગદર્શક અને મિત્ર તરીકે સંબોધતા નાયડુએ કહ્યું કે વિશ્વમાં 15 મિલિયન વૃદ્ધો લોકો એકલા છે. સ્ટાર્ટઅપ યુવા સ્નાતકોને વરિષ્ઠ નાગરિક ગ્રાહકોના સાથી તરીકે ‘કામ’ કરવા માટે રાખે છે. સામાન્ય રીતે, ભાગીદાર અઠવાડિયામાં ત્રણ વખત ક્લાયંટની મુલાકાત લે છે, અને ચાર કલાક સુધી ચાલે છે. એક મહિનાની ફ્રી સર્વિસ પછી, કંપની એક મહિના માટે 5,000 રૂપિયા માસિક ફી વસૂલે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

કંપની (ગુડફેલોઝ) નાણાકીય રાજધાનીમાં બીટા તબક્કામાં છેલ્લા છ મહિનાથી 20 વડીલો સાથે કામ કરી રહી છે અને પુણે, ચેન્નાઈ અને બેંગલુરુમાં વધુ સેવાઓ પ્રદાન કરવાનું આયોજન કરી રહી છે. નાયડુએ કહ્યું કે તેમણે મનોવૈજ્ઞાનિકોની મદદથી વરિષ્ઠ નાગરિકના સાથી તરીકે કામ કરવા માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા માટે એક મોડેલ વિકસાવ્યું છે. નાયડુ ટાટાને સ્વયંસ્ફુરિત રોકાણકાર તરીકે વર્ણવે છે જેઓ કંપનીને સમર્થન આપતા પહેલા વ્યાપક સમુદાય અથવા સમાજ માટે વ્યવસાયિક વિચારની સુસંગતતા જુએ છે.

Shah Jina