ખબર

26-11ના રોજ થયેલા મુંબઈ હુમલાની વરસી ઉપર રતન ટાટાએ શેર કરી પેઇન્ટિંગ સાથે ભાવુક પોસ્ટ

આજની તારીખ ભારત માટે ખુબ જ દુઃખદ તારીખ હતી. આજથી 12 વર્ષ પહેલા મુંબઈની તાજ હોટલમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં ઘણા નિર્દોષ લોકો અને આપણા બહાદુર સિપાહીઓએ પોતનો જીવ પણ ગુમાવ્યો હતો. ત્યારે આજના દિવસને યાદ કરતા દેશના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાએ ખુબ જ ભાવુક પોસ્ટ પણ શેર કરી છે.

Image Source

26 નવેમ્બર 2008માં દુશ્મન દેશ પાકિસ્તાનમાંથી આવેલા આંતકવાદીઓએ મુંબઈને પોતાનું નિશાન બનાવ્યું હતું અને તે ઘટનાને આજે 12 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. ત્યારે આજે આ ઘટનાની વરસી ઉપર ઉદ્યોગપતિ રતન ટાટાએ એક પેઇન્ટિંગ સાથે ખુબ જ ભાવુક પોસ્ટ પણ શેર કરી છે.

Image Source

રતન ટાટાએ પોસ્ટમાં લખ્યું છે કે: “આજથી 12 વર્ષ પહેલા જે વિનાશ થયો, તેને ક્યારેય ભુલાવી શકાય તેમ નથી. પરંતુ જે વધારે યાદગાર છે. તે એ કે તે દિવસે આતંકવાદ અને વિનાશને ખતમ કરવા માટે જે રીતે મુંબઈના લોકો બધા જ મતભેદોને ભુલાવી એક સાથે આવ્યા.”

Image Source

આજ પોસ્ટની અંદર તેઓ આગળ લખે છે કે: “આજે આપણે નિશ્ચિત રૂપે શોક મનાવી શકીએ છીએ અને તે બહાદુરોના બલિદાનનું સન્માન કરી શકીએ છીએ, જેમણે શત્રુ ઉપર વિજય મેળવવા માટે મદદ કરી. પરંતુ આપણે જે પ્રસંશા કરવી જોઈએ તે એકતા, દયા અને સંવેદનશીલતાનું કાર્ય છે. જેને આપણે પરોવવું જોઈએ અને આશા છે કે આગળ પણ ચાલુ જ રહેશે આગળના વર્ષોમાં ચમકવા માટે.”

 

View this post on Instagram

 

A post shared by Ratan Tata (@ratantata)

રતન ટાટાએ કરેલી પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે અને તેમના ભાવુક સંદેશની પણ લોકો પ્રસંશા કરી રહ્યા છે.