તિરંગામાં લપેટાયુ લોકલાડીલા અને મહાન રતન ટાટાનું પાર્થિવ શરીર, ગ્રાઉન્ડમાં સાંજે 4 વાગ્યા સુધી અંતિમ દર્શન; જુઓ અંતિમ તસવીરો

રતન ટાટા નથી રહ્યા. ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટાએ બુધવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ 86 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં અંતિમ શ્વાસ લીધા. ત્યારે હાલમાં રતન ટાટાનું પાર્થિવ શરીર નરીમન પોઇન્ટ સ્થિત નેશનલ સેંટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ (NCPA)માં રાખવામાં આવ્યુ છે. અહીં સાંજે 4 વાગ્યા સુધી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.

આ પછી પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા રતન ટાટાને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે. રતન ટાટાની વિદાય બાદ દેશ અને દુનિયાના ઘણા લોકો તેમને યાદ કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઉદાર વ્યક્તિ અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ તરીકેની ખ્યાતિ ધરાવતા રતન ટાટાએ 9 ઓક્ટોબરે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.

તેમના નિધન પર ઝારખંડ અને મહારાષ્ટ્રમાં એક દિવસનો શોક રાખવામાં આવ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બ્લુ લગૂન ખાતે આયોજિત ગરબાનો કાર્યક્રમ પણ તેમના નિધનના સમાચાર બાદ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યાં હાજર લોકોએ મૌન પાળીને રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જણાવી દઇએ કે, રતન ટાટાના અંતિમ સંસ્કાર વર્લી વિસ્તારમાં કરવામાં આવશે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. જણાવી દઇએ કે, પ્રધાનમંંત્રી નરેન્દ્ર મોદીએ રતન ટાટાના નિધન બાદ નોએલ ટાટા સાથે વાત કરી હતી, નોએલ રતન ટાટાના સાવકા ભાઇ છે. ત્યાં, ગૃહમંત્રી અમિત શાહ રતન ટાટાના અંતિમ સંસ્કારમાં સામેલ થશે.

RBI ગવર્નર શક્તિકાંત દાસ, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર અને એનસીપી (એસપી)ના નેતા પ્રફુલ્લ પટેલ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA) પહોંચ્યા હતા. પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર રતન ટાટાના અંતિમ દર્શન માટે કોલાબા સ્થિત ઘરે પહોંચ્યા હતા.

Shah Jina