‘હું રતન ટાટા બોલી રહ્યો છું……તમારો એક લેટર મળ્યો છે, શું આપણે મળી શકીએ ?’ બદલાઇ સ્ટાર્ટઅપની કિસ્મત !

માત્ર એક ફોન કોલ અને મળવાની ઓફર, બસ પછી શું હતુ જોતજોતામાં એક સ્ટાર્ટઅપની કિસ્મત બદલાઈ ગઇ. આજે આ સ્ટાર્ટઅપ ઉંચાઈઓ પર છે. આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી પરંતુ એક સાચી ઘટના છે. આ ફોન કર્યો હતો આપણા દેશના પ્રખ્યાત બિઝનેસમેન રતન ટાટાએ. આ સ્ટાર્ટઅપ છે રેપોસ એનર્જી.

રતન ટાટાના નિવેશવાળા પુના સ્થિત મોબાઈલ એનર્જી ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટઅપ ‘રેપોસ એનર્જી’એ હાલમાં જ ઓર્ગનિક કચરામાંથી ‘મોબાઇલ ઇલેક્ટ્રિક ચાર્જિંગ વ્હીકલ’ લોન્ચ કર્યુ છે. અદિત ભોંસલે વાલુંજ અને ચેતના વાલુંજ જે આ સ્ટાર્ટઅપના ફાઉન્ડર છે. તેમણે તેમના શરૂઆતી દિવસોને યાદ કરીને કહ્યુ કે, કેવી રીતે રતન ટાટાના એક ફોન કોલે તેમની કિસ્મત બદલી નાખી. આ ફોન કોલથી પહેલા બંનેનું સપનું હતુ કે તેમની કંપનીને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનુ માર્ગદર્શન મળે.

રેપોસ એનર્જીના સ્થાપક અદિતિ ભોસલે વાલુંજે તેના LinkedIn એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. અદિતિએ લખ્યું કે જ્યારે મેં અને ચેતને સ્ટાર્ટઅપ શરૂ કર્યું ત્યારે મેં કહ્યું હતું કે આ માટે રતન ટાટા મેન્ટર હોય તો સારું રહેશે. તેના પર બધાએ કહ્યું કે તેને મળવું અસંભવ છે. તેમણે કહ્યું કે આ વાતોથી તેનો આત્મા તૂટ્યો નથી. અદિતિએ જણાવ્યું કે તેણે તેના પ્રોજેક્ટ સાથે સંબંધિત 3D પ્રેઝન્ટેશન તૈયાર કર્યું. આમાં રેપોઝ એનર્જીનો ધ્યેય અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઊર્જા અથવા ઇંધણ વિતરણ અને ડિલિવરી સિસ્ટમમાં ફેરફાર કરવાની યોજના છે.

આ પછી રતન ટાટાને પત્ર સાથે આ રજૂઆત મોકલી. જ્યારે કોઈ જવાબ ન મળ્યો તો અદિતિ અને ચેતન તેમને મળવા માટે રતન ટાટાના ઘરે પહોંચ્યા. બંનેએ લગભગ 12 કલાક સુધી ઘરની બહાર રાહ જોઈ, પરંતુ તેઓ મળી શક્યા નહીં અને બંને થાકીને પાછા ફર્યા. મેં ફોન ઉપાડ્યો તો બીજી બાજુથી અવાજ આવ્યો કે ‘હેલ્લો, શું હું અદિતિ સાથે વાત કરી શકું?’ અદિતિના કહેવા પ્રમાણે, જ્યારે મેં કહ્યું કે કોણ બોલી રહ્યું છે, ત્યારે સામેથી અવાજ આવ્યો, હું રતન ટાટા બોલી રહ્યો છું, મને તમારો પત્ર મળ્યો, શું આપણે મળી શકીએ?

અદિતિએ કહ્યું કે આ તે ક્ષણ હતી જ્યારે તેનું સૌથી મોટું સપનું સાકાર થઈ રહ્યું હતું. બીજા દિવસે અદિતિ અને ચેતન ટાટા ગ્રુપના ચેરમેનને મળ્યા અને તેમની યોજના જણાવી. અદિતિએ કહ્યું, ત્રણ કલાક સુધી ચાલેલી મીટિંગમાં અમે અમારા કામ અને લક્ષ્ય વિશે જણાવ્યું. આ પછી, પ્રથમ રોકાણ 2019 માં ટાટા જૂથ તરફથી અને બીજું 2022 માં મળ્યું. તેમણે તેમની વ્યવસાયિક યાત્રાને “હિંમત અને જુસ્સાની વાર્તા” તરીકે વર્ણવી હતી.

divyansh