અજબગજબ જીવનશૈલી

ટાટા નેનોની સાથે રતન ટાટાના ગેરેજમાં છે આ બધી જ શાનદાર કાર, કાર સાથે પણ જોડાયેલી છે યાદો જુઓ તસવીરો

રતન ટાટાનનું નામ જ કાફી છે તેમને કોઈ ઓળખાણની જરૂર નથી અને તેમને 1500 કરોડનું દાન કરીને એ વાત સાબિત કરી આપી કે ટાટા કંપની ખરેખર દેશની કંપની છે અને દેશ માટે કાર્યરત છે. તેમના આ મહાન કાર્યો ના કારણે જ તેમને વર્ષ 2000માં ભારતના સર્વોચ્ચ નાગરિક તરીકે પદ્મ ભૂષણ અને વર્ષ 2008માં પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યું હતું.

Image Source

રતન ટાટાએ 1990થી 2012 સુધી ટાટા સમૂહના અધ્યક્ષ રહ્યા અને વર્ષ 2008માં સૌથી પ્રખ્યાત બ્રાન્ડ જેગુઆર લેન્ડ રોવરને અધિગ્રહણ કરી હતી. ભારતમાં સૌથી સસ્તી કાર ટાટા નેનો પણ ટાટા તરફથી જ આપવામાં આવી હતી. રટણ ટાટા કારના ખુબ જ શોખીન છે. તેમના ગેરેજની અંદર એકથી એક શાનદાર ગાડીઓ તમને જોવા મળશે, ચાલો  ગેરેજની સફર કરીએ.

Image Source

ફેરારી કેલિફોર્નિયા (રેસો રેડ પેન્ટ સ્કીમ) રતન ટાટાની સૌથી ગમતી કારમાંથી એક કાર છે. આ એજ કાર છે જેને લોકો જો રોડ ઉપર જોઈ જાય તો સેલ્ફી લેવાનું ચુકતા નથી, રતન ટાટાને ઘણીવાર આ ગાડીને ચાલવતા પણ જોવા મળ્યા છે. કંપનીએ આ મોડલ તો બંધ કરી દીધું છે. આ ફેરારીની સૌથી લોકપ્રિય કાર રહી છે.

Image Source

રતન ટાટાના ગેરેજમાં બીજી એક  શાનદાર કાર પણ છે જે મર્સીડીઝ બેન્ઝ એસ કલાસ છે. તેમને આ ગાડી પણ ખુબ જ પસંદ છે. મર્સીડીઝની આ કાર બે મોડલમાં આવે છે પેટ્રોલ અને ડીઝલ.

Image Source

જેગુઆર લેન્ડ રોવરનું અધિગ્રહણ પણ ટાટા પાસે છે. પરંતુ તેના માલિક બનતા પહેલા જ રતન ટાટા પાસે ફ્રીલેન્ડર બેલ્ક રંગની હતી. ઘણી જગ્યાએ તે પોતાની આ કાર સાથે જોવા મળ્યા છે. એક ખાસ વાત તો એ પણ છે કે રતન ટાટાના ગેરેજમાં આ લેન્ડરોવર સિવાય આજસુધી બીજી કોઈ લેન્ડ રોવરને જગ્યા નથી મળી.

Image Source

ટાટા ગ્રુપની સૌથી શ્રેષ્ઠ એસયૂવીમાં એક નેક્સન છે, જેને ભારતીય બજારોમાં ખુબ જ પસંદ કરવામાં આવી હતી, આ કાર પણ રતન ટાટાના ગેરેજમાં તમને જોવા મળશે, આ કાર સાથે પણ તેઓ ઘણીવાર જોવા મળ્યા છે. આ સિવાય રતન ટાટાના ગેરેજમાં નેનો પણ તમને જોવા મળશે, ભલે એ કારનો વપરાશ નથી થયો પરંતુ એક યાદગીરી રૂપે આજે પણ એમના ગેરેજમાં છે.