મનોરંજન

રતન રાજપૂતે જણાવી સુશાંત સિંહ રાજપૂતના પિતાની હાલત, કહ્યું- તે દર્દમાં છે પણ તેના મજબૂત ઈરાદાઓએ મારી અંદર ઉમ્મીદ જગાવી છે

ટીવી સિરિયલ ‘અગલે જનમ મોહે બીટીયા હી કીજો’ની અભિનેત્રી રતન રાજપૂતે તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપૂતના પિતાને મળી હતી. રતને એક લાંબો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે સુશાંતના પિતાની હાલત જણાવી રહી છે. રતને કહ્યું કે કેવી રીતે સુશાંતના પિતાએ તેને જીવનની ઉમ્મીદ આપી અને ઇરાદાઓને મજબૂત કરવાનું જણાવ્યું.

Image Source

વીડિયોમાં રતન કહી રહી છે કે હું સુશાંતની મૌતથી ખુબ જ દુઃખી છું.  હું વાત પણ કરી શકું તેમ ન હતી. જ્યારે ઠીક થઇ તો તમારી સાથે નાનો એવો વિડીયો શેર કરવાનું વિચાર્યું. હું હમણાં જ સુશાંતના પિતાને મળવા માટે પટના પહોંચી હતી. હું થોડી ગભરાયેલી હતી કે તેમની સાથે શું વાત કરું, તેમને કેવી રીતે સંવેદના આપીશ”.

પણ જયારે હું ત્યાં પહોંચી તો પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. મારી ગભરાહટ ચાલી ગઈ અને સુશાંતના પિતા સાથે વાત કર્યા પછી મને તાકાત મળી. તમે તે વ્યક્તિ સાથે શું વાત કરીશો કે જેણે પોતાના જવાન દીકરાને ગુમાવ્યો હોય. સુશાંતના પિતા એક અલગ વ્યક્તિ છે. તે ખુબ જ શાંત અને સ્થિર વ્યક્તિ છે. તેમણે કઈ  ખાસ વાત કરી ન હતી પણ એવું લાગ્યું કે તેમણે ઘણું બધું કહી દીધું.

Image Source

રતન આગળ કહે છે કે તેની એનર્જી એકદમ અલગ છે. હું સુશાંતની મોટી બહેનને પણ મળી. મને ઉત્સાહ થયો કે કોઈના ચાલ્યા ગયા પછી પણ જીવન ચાલે છે, કેવી રીતે તમારે આગળ વધવાનું હોય છે. તેમને મળ્યા પછી મારી અંદર કંઈક બદલાઈ ગયું. સાધારણ જીવનમાં હું પોતાને મજબૂત જોઈ શક્તિ હતી. હાલમાં હું થોડું અસહજ અનુભવી રહી હતી, એવું લાગી રહ્યું હતું કે જાણે કે હું તે છું જ નહિ જે હું વાસ્તવમાં છું. પણ હવે હું પાછી આવી ગઈ છું. હું સુશાંતના પિતાને માત્ર એક જ વસ્તુ કહેવા માંગુ છું કે, હું પટના આવીશ અને જયારે પણ આવીશ તમને મળવા માટે ચોક્કસ આવીશ”.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.