મનોરંજન

ગામડામાં લોકડાઉનમાં ચુલ્હા પર જમવાનું બનાવતા જોવા મળી ટીવીની આ એક્ટ્રેસ, પસીના લૂછતાં જોવા મળ્યું દર્દ- જુઓ 10 તસ્વીરો

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી રતન રાજપૂત લોકડાઉનના કારણે બિહારના એક ગામમાં ફસાઇ ગઇ છે. આ ગામ તેનું નથી પરંતુ આસપાસના લોકો તેના જેવા જ છે. મદદ માટે બધા જ તૈયાર હોય છે. કોઇએ તેને પોતાનું ઘર આપી દીધું છે, તો નાના મોટા કામ તો રતન પોતાની બે બહેનપણી સાથે કરી રહી છે. તકલીફ તો છે પણ રતન આ સમયને ભરપુર માણી રહી છે. રતનનું કહેવું છે કે,`દાળ ભાત અને રોટલી-ચટણીનો જે સ્વાદ છે, અસલ જીંદગી આ જ છે. આ સમયમાં જે શીખી રહી છું તે ક્યારેય મુંબઇ શીખવાળી શકી નથી.’

ફોનકોલ ઇન્ટરવ્યુમાં પડી રહેલી તકલીફો વિશે વાત કરતા રતને કહ્યું કે,`અરે મને અહીં કોઇ જ તકલીફ નથી. બહુ જ મજાનું જીવન છે. પણ હું તો એમ કહીશ કે આ બહાને મને જીંદગી જીવવાનો તેને માણવાનો લહાવો મળ્યો છે.’

કેવી રીતે મેનેજ કરી રહી છે? આ સવાલનો જવાબ આપતા રતન હસી પડી અને કહ્યું,`જો હું મેનેજ ન કરી શકું?તો એનો અર્થ એમ છે કે હું એક્ટર જ નથી. જે દરેક સ્થિતિમાં પોતાને સેટ કરે તે જ સાચો એક્ટર છે. આજે આ પરિસ્થિતિમાં છે તો તેમાં રડવા લાગુ કે, પરદા પર ખુદને મજબૂત દેખાડવી બેકાર છે. અસલ જીંદગીમાં કઇક કરીને બતાવવું જોઇએ. મારો સમય ખૂબ જ આનંદથી પસાર થઇ રહ્યો છે. મુશ્કેલીઓ તમને વધારે તમને મજબૂત બનાવે છે.’

રતન રાજપૂતને આ ગામમાં સૌથી વધુ તકલીફ પાણીની થઇ રહી છે. જો કે રતનનું કહેવું છે કે,`પહેલા અમે પાણી ગાળી લઇએ છીએ, અને પછી તેને ઉકાળીને તેને પીવા લાયક બનાવીએ છીએ. તે ઉપરાંત દાળ-ભાત બનાવી રહી છે. ચટણીની સાથે રોટલીનો સ્વાદ વધી જાય છે. સાચું કહુ તો મુંબઇના કોઇ મોટા રેસ્ટાંમાં પણ આટલુ સારુ ફીલ કરતી નથી, જે આ ખોરાક સાથે કરું છું.’

`રતને ઘરના સભ્યોની યાદ આવતી હતી. રાત્રે મોબાઇલમાં તે મુંબઇ પરિવાર સાથે વાત-ચીત કરી લઉં છું. આસપાસના લોકો મને ઓળખે નહીં એટલે હું મોં ઢાંકીને રહુ છું. સાંજે કે બપોરે હું કપડા સુકવવા ધાબા પર જઉં છું ક્યારે ગામનો એક નજારો જોઇ લઉ છું.’

લોકડાઉન વધ્યા બાદ રતન માટે મુશ્કેલી વધી રહી છે. પરંતુ રતન હંમેશા હસતી હોય છે. હંમેશા એમ જ કહે છે કે,`જ્યાં સુધી લોકડાઉનની સ્થિતિ રહેશે ક્યાં સુધી નિર્દેશોનું પાલન તે કરશે. મને કોઇનાથી ફરીયાદ નથી. મેં બાળપણથી જ શીખ્યું છે કે કંઇપણ હોય સોલ્યુશન દરેક કાર્યનું હોય છે.’

હાલમાં જ રતન રાજપૂતનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તે ચુલ્હા પર રસોઈ કરતી નજરે ચડે છે.. આ વીડિયોમાં રતન રાજપૂત જણાવે છે કે, તેને ઘણી તકલીફનો સામનો કરવો પડે છે.

રતન કયારેક શાકભાજી માટે કયારેક મસાલા ખાંડતી નજરે આવે છે, તો કયારેક તડકાને કારણે તેની આંખો પણ બળવા લાગે છે, છતાં પર એક્ટ્રેસ ચુલ્હા પર જમવાનું બનાવતી નજરે ચડે છે.

વીડિયોમાં રતન કહે છે કે, અહીં બહુ જ ગરમી છે. લોકડાઉન દરમિયાન ઘણી વાર ફેશન કરવાની કોશિશ કરી હતી. પરંતુ ગામમાં આ બધું આસાન નથી. અહીં તો લાગે છે કે, પાતળા કપડાં જ પહેરવા જોઈએ.

તડકોહોવાને કારણે રતન રાજપૂત આંખમાં ચશ્મા લગાવી લે છે. રતન કહે છે કે, એક તો ભીષણ ગરમી અને ઉપરથી તડકો। ગરમીથી પરેશાન થઇને રતન કપડાંની હવા નાખે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.