મશહૂર ટીવી અભિનેત્રી એક્ટિંગની દુનિયા છોડી ગામમાં કરી રહી છે ખેતી? વીડિયો વાયરલ થતા જ ચાહકોમાં મચી ગયો હડકંપ

એક સમયે ટીવીની દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવનાર રતન રાજપૂત હાલમાં ગામમાં ખેતી કરી રહી છે, જે વીડિયો પણ તાજેતરમાં સામે આવ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી ગામમાં ખેતરમાં કામ કરતી જોવા મળી રહી છે. રતનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો વિચારી રહ્યા છે કે એક્ટિંગ છોડીને એક્ટ્રેસ ગામડામાં ખેતી કેમ કરી રહી છે. રતન રાજપૂત ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. રતન હંમેશા ગ્લેમરની દુનિયાથી દૂર રહી છે, તેને સિમ્પલ રહેવું પસંદ છે.

તમે તેને મોટાભાગે નો મેકઅપ લુકમાં જ જોશો. રતનને તેનું ગામ ખૂબ જ ગમે છે અને જ્યારે તે ઈચ્છે ત્યારે તે તેના ગામ જાય છે. તમે તેની યુટ્યુબ ચેનલ પર તેના ગામની ઝલક પણ જોઈ શકો છો. ત્યારે રતને હાલ તેનો નવો વ્લોગ તેના ચાહકો સાથે તેની યૂટયૂબ ચેનલ પર શેર કર્યો છે. તે બિહારના એક ગામની ટૂર પર ગઈ છે. ગામમાં જવાના રસ્તે સતી માતાનું મંદિર આવેલું છે, રતન ત્યાં જઈને દર્શન કરે છે. રતને જણાવ્યું કે તે મહારાષ્ટ્રના એક ગામમાં રહે છે. તેણે ગામમાં ડુંગળી અને હળદરની ખેતી કરી છે.

આ સાથે રતને એ પણ જણાવ્યું કે તેને ગામડાની જીંદગી જીવવામાં મજા આવે છે. ગામડાનું જીવન જીવવા માટે રતને ખેતીવાડી પણ કરી હતી, જે વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે. વીડિયોમાં રતને એમ પણ કહ્યું કે અત્યારે તે આ કામ પોતાના વતન પર કરી રહી છે. તેના કહેવા મુજબ તે મહારાષ્ટ્રના એક ગામમાં રહેતી હતી. ત્યાં ડુંગળી અને હળદરની પણ ખેતી થાય છે. આ વીડિયો અને ફોટો જોયા બાદ ફેન્સ પણ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે અને તેને ફરીથી ટીવી પર જોવાની માંગ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કોવિડ-19 મહામારી દરમિયાન લોકડાઉન દરમિયાન રતન રાજપૂતે ગામમાં ઘણો સમય વિતાવ્યો હતો. ત્યાં તે સ્ટવ પર રોટલી બનાવતી પણ જોવા મળી હતી. ત્યારે હવે આવા વીડિયો અને ફોટા સામે આવ્યા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીએ ઈન્ડસ્ટ્રીને ટાટા-બાય-બાય કહી દીધું છે.

જોકે આ અંગે કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ આજકાલ જે રીતે તે ગામડામાં અને ખેતી સાથે સંકળાયેલી જોવા મળી રહી છે, તેને જોઇને આ વાતને પણ નકારી શકાય તેમ નથી. કરિયરની વાત કરીએ તો રતન છેલ્લે ‘સંતોષી મા’ સીરિયલમાં જોવા મળી હતી. આ શો 2020માં પ્રસારિત થયો હતો. હવે આ શો બંધ થઈ ગયો છે. આ શો પછી રતન સ્ક્રીન પર દેખાઈ નથી. જેના કારણે રતન ઈન્ડસ્ટ્રી છોડે તેવી અટકળો ચાલી રહી છે.

જો કે, તે હવે યુટ્યુબર બની ગઈ છે અને યુટ્યુબ વીડિયો દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. રતન રાજપૂત ગામડાની સાદી અને નોન-ગ્લેમરસ દુનિયાને કેટલો પ્રેમ કરે છે તે કોઈનાથી છુપાયેલું નથી. તેની યુટ્યુબ ચેનલ પર અવારનવાર ગામડામાં ફરતા વીડિયો જોવા મળશે.

Shah Jina