કેમેરામાં કેદ થયો દુનિયાનો સૌથી ચાલાક ચોર, શોરૂમમાં રાખેલા ડાયમંડના નેકલેસને પળવારમાં ચોરીને ભાગી ગયો ઉંદર, જુઓ CCTV વીડિયો

એક નાના એવા ઉંદરે શોરૂમમાંથી ચોરી લીધો હીરા જડિત હાર, CCTVમાં કેદ થઇ આખી ઘટના, હવે કોના પર નોંધાશે કેસ ?

દુનિયાભરમાં ઘણી બધી ચોરીની ઘટનાઓ રોજ સામે આવતી હોય છે. ઘણી ઘટનાઓ એવી પણ હોય છે જેમાં ચોર એટલી ચતુરાઈથી ચોરી કરીને ફરાર થઇ જાય છે કે આ ઘટના વિશે જાણીને આપણા પણ હોશ ઉડી જતા હોય છે. ત્યારે આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને ખરેખર તમારા હોશ ઉડવાના છે, કારણ કે આ વીડિયોમાં ચોરી કરનાર ચોર કોઈ માણસ નથી પરંતુ એક ઉંદર છે. જાણીને જ આંચકો લાગ્યોને ? કે કોઈ ઉંદર કેવી રીતે ચોરી કરી શકે પણ આ હકીકત છે. ઉંદર ખુબ જ મસ્તી ખોર હોય છે અને તે ઘણીવાર ઘરમાં પણ ઘણું નુકશાન કરતા હોય છે.

ત્યારે આ વીડિયોમાં ઉંદર એક શોરૂમમાંથી ડાયમંડનો નેક્સલેશ ચોરી કરતો જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શોરૂમની અંદર એક શોપીસ પર ડાયમંડનો હાર પહેરાવેલો છે. કેમેરામાં આ શોપીસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે ત્યારે જ ઉપર રહેલા એક કાણામાંથી એક ઉંદર પ્રવેશે છે અને એ કાણું પણ શૉપીસની એકદમ નજીક છે.

ઉંદરની નજર આ શોરુમમાં બીજી કોઈ વસ્તુ પર નહિ પરંતુ નેકલેસ પર જ છે અને તે શોપીસ પર ઉતરે છે અને પછી સૌના આશ્ચર્ય વચ્ચે એ ગળામાંથી નૅકલેશ ચોરીને પાછો કાણામાં જતો રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના કેરળના કસરગોડામાં આવેલા કિસના જવેલરી શોરૂમની છે. જ્યાં ઘણા બધા નેકેલેશ લગાવવામાં આવ્યા હતા. જેમાંથી એક ઓછો થતો સીસીટીવી તપાસવામાં આવ્યા અને ચોર તરીકે ઉંદર સામે આવ્યો.

Niraj Patel