ખબર

બહાર હોટલમાં જમતા લોકો માટે એક મોટો તમાચો, ક્યાંક તમે પણ ઉંદરનું એઠું નથી ખાતાને…!

કેટલાક દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સર્વિસ કાઉન્ટર પર પડેલા એક બ્રેડના પેકેટમાંથી ઉંદર નીકળતો દેખાય છે અને નીકળીને તે રેસ્ટોરન્ટના રસોડામાં મુકેલા ફ્રિજની પાછળ ભરાઈ જાય છે.

Image Source

આ વિડીયો ક્લિપમાં જે બ્રેડનું પેકેટ દેખાય છે એ બ્રેનન્સ બ્રેડનું પેકેટ છે, જેમાંથી ઉંદર બહાર આવે છે. ઉંદર પેકેટમાંથી બહાર આવીને કિચનના બીજા એપ્લાયન્સીસની પાછળ ભરાઈ જાય છે. આ વિડીયો ડબ્લિનમાં આવેલા એપલગ્રિન ફીલિંગ સ્ટેશનનો છે. અહેવાલો અનુસાર, આ વિડીયો વાયરલ થયા બાદ આ સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું હતું.

આ ફીલિંગ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે પેસ્ટ કંટ્રોલના કેટલાક ઇસ્યુઝને કારણે આ જગ્યાને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી છે. તેમને એમ પણ જણાવ્યું હતું કે અમે આ બાબતે તપાસ કરી રહયા છીએ. અમારા કસ્ટમરની સેફટી અને આરોગ્ય અમારી પ્રાથમિકતા છે અને અમે આ બાબતને ગંભીરતાથી લઇ રહયા છીએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.