રસોઈ

રાતના વધેલા ભાતથી આવી રીતે બનાવો ટેસ્ટી મજેદાર રસમલાઈ, સ્વાદ દાઢે વળગી જાશે….ક્લિક કરી વાંચો

મોટાભાગે જયારે પણ સાંજના ભોજનના ભાત વધતા હોય છે તો આપણે તેને બીજા દિવસે ખાવાથી બચીએ છીએ. ઘણીવાર તમે તેના ફ્રાઇડ રાઇઝ પણ બનાવી લેતા હોવ છો. પણ ઘણી વાર જો તેનું પણ મન ન હોય તો તેને ફેંકી દેતા હોઈએ છીએ. પણ આજે અમે તમને આ વધેલા ભાતની એક એવી રેસિપી જણાવીશું જેના પછીથી તમે તેને ફેંકવાની ભૂલ નહિ કરો. સાંજના વધેલા આ ભાતથી તમે ઘરે જ રસમલાઈ બનાવી શકો છો. સામગ્રી:

200 ગ્રામ જેટલા રાંધેલા ભાત, 1 કપ ખાંડ, 1 લીટર દૂધ, 1 ચમચી કેસર, 4 મોટી ચમચી કાપેલાં સુકા મેવા.

ભાત માંથી રસમલાઈ બનાવાની વિધિ:સૌથી પહેલા આ બચેલા ચોખાંને પીસી લો. તેના પછી તેને લોટની જેમ બાંધી લો અને તેના નાંના નાના લુવા કરીને ચપટું કરી લો. હવે એક વાસણમાં દૂધ, કેસર અને ખાંડ મિલાવીને તે ઘટ્ટ ન થાય ત્યાં સુધી ઉકાળતા રહો. જયારે દૂધ અળધા કરતા પણ ઓછું થઇ જાય પછી તેમાં આ ચોખાની બનાવેલી ગોળીઓ નાખીને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. હવે તેને સૂકા મેવાથી ગાર્નિશ કરી લો.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ