લેખકની કલમે

હું ગુનેગાર બની ગઈ મમ્મી…. પાપા તમારી દીકરી ગુનેગાર બની ગઈ.”

રાત ના અગિયાર વાગ્યા હતા, હું દોડતી મારા ઘરે પહોંચી, મમ્મી એ દરવાજો ખોલ્યો, હું કાંઈ બોલ્યા વિના કે મમ્મી ના કોઈ પ્રશ્નનો નો જવાબ દીધા વિના મારા રૂમ તરફ દોડી.મેં મારી જાત ને મારા રૂમ માં બંધ કરી દીધી, મમ્મી પાછળ આવી એમને દરવાજો ખટખટાવ્યો, પણ હું એ હાલાત માં ન હતી કે હું દરવાજો ખોલી કોઈ સાથે વાત કરું. હું મારા બેડ ની સાઈડ ના ભાગ માં છુપાઈ જઈ, જમીન પર બેસી ગઈ. મારી આંખો માં ડર સાથે આંસુ હતા, મારા હાથ પગ ની આંગળીઓ અને અંગુઠા એકબીજા સાથે ઘસેડતી હતી, હું ડરતી હતી.

મને એ દરીંદા , એ ફ્રુર, એ અધમ્ય, એ આરોપી , એ રાક્ષસ નો ચેહરો દેખાયો…

હું ડરી ગઈ મેં આંખો ખોલી, ત્યાં બેડ પાસે થી ઉભી થઇ ગઇ, મારી આંખો માં આંસુ હતા, …મારા થી એ ડર એ ઘૂંટન સહન નહતી થતી, મેં એક જોર થી ચીસ પાડી… અને પાસે ટેબલ પર પડેલ બધી વસ્તુ નો ઉપાડી ઘા કરવા લાગી…

ત્યાં જ મારા રૂમ નો દરવાજો તૂટ્યો, મમ્મી પાપા અને ભાઈ અંદર આવી ગયા, હું હજુ વસ્તુ ના ઘા નીચે જમીન પર કરતી હતી, મમ્મી મારી પાસે દોડતી આવી અને મને ખુબ ટાઈટલી હગ કરી લીધું, મને બાથ માં ભરી લીધી, હું એમને ગળે લગાડી ખૂબ જોર જોર થી રડવા લાગી.

મને આ હાલત માં જોઈ બધા ની આંખો માં આંસુ આવી ગયા. થોડી ક્ષણો હું એમજ રહી , પછી હું શાંત પડી, મને બેડ પર બેસાડી , આજુ બાજુ મારુ પરિવાર બેઠું, અને પાપા એ પૂછ્યું ,”શું થયું બેટા…?”
” ગુનો થયો પાપા ” હું આંખો માં દર્દ લઈ બોલી.

“મતલબ” મમ્મી વાત જાણવા બોલ્યા.

“મતલબ કે આજે દુષ્કર્મ કરતા વ્યક્તિઓ ને રોકવા ની હિંમત ન કરતા મેં ભાગી ઘરે આવવા નો ગુનો કર્યો ,
તમારી દીકરી આજે એક ગુનેગાર બની ગઈ, આ સમાજ ના દુષકર્મી એ મને પણ ગુનેગાર બનાવી દીધી,પાપા.

માણસ ના વેશ માં આવેલ એ જાનવર એના શિકાર ને પકડી લઈ જતા હતા, એ રેપીસ્ટ એક છોકરી ના શરીર સાથે રમવા જઈ રહ્યા હતા, એની ઈજ્જત સાથે ,એની જિંદગી સાથે, એના ગુરુર સાથે, એના સપના સાથે,એના ભવિષ્ય સાથે , એના વર્તમાન સાથે રમવા જઈ રહ્યા હતા,એ છોકરી ના પાડતી હતી, મદદ માંગતી હતી, એના જીવન ની ભીખ માંગતી હતી, પણ એ લોકો એની મદદ ની પુકાર ને ભદ્દો મજાક માની હસતા હતા.

એક છોકરી અને ચાર થી પાંચ જાનવર , એ છોકરી ને રમકડું સમજી એના સાથે રમી , એને તોડી અને ઉકરડે ફેંકી દેવા માટે તૈયાર હતા.
એની હવસ માટે ,એક નિર્દોષ ને વિકટીમ બનાવી , અને પોતે હત્યારા બનવા જઇ રહ્યા હતા.

જ્યારે મેં એ દ્રશ્ય જોયું , હું ધ્રુજી ઉઠી, દોડતી ત્યાં પહોંચી , ચહેરે રૂમાલ બાંધેલ એ વ્યક્તિ એ મને દૂર થી પકડી પાડી,મારુ ગળું દબાવતા એ બોલ્યો ,

“ચુપચાપ સીધી ચાલતી થઈ જા, નહીં તો એની જગ્યા એ તું હોઈશ , ”

એને મને બે ઓપશન આપ્યા,”વિકટીમ બની જા , કે પછી ગુનેગાર.” હું ગુનેગાર બની ગઈ મમ્મી…. પાપા તમારી દીકરી ગુનેગાર બની ગઈ.”

{આ સ્ટોરી એક કાલ્પનિક સ્ટોરી છે,પણ સચ્ચાઈ એ છે કે જ્યાં સુધી આ સમાજ ના અસામાજિક તત્વો ને કેદ કરી સજા નહીં મળે, ત્યાં સુધી દરેક સ્ત્રી /મહિલા એક ડર સાથે ઘર ની બહાર નીકળશે,
વિકટીમ બનવા નો ડર કે પછી ગુનેગાર બનવા નો ડર.}

લેખક – મેઘા ગોકાણી
તમે આ લેખ ‘GujjuRocks’ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર