સ્પેનની સંસદમાં ઘુસી ગયો ઉંદર, પછી કામ છોડીને નાસભાગ કરવા લાગ્યા સાંસદો, જુઓ વીડિયો

ઘણા એવા નાના પ્રાણીઓ અને જીવ જંતુઓ હોય છે જે ભલે કઈ ના કરે, પરંતુ તેને જોઈને જીવ જરૂર અધ્ધર થઇ જાય. ખાસ કરીને મહિલાઓ વંદા, ગરોળી અને ઉંદર જો ક્યાંક જોવા મળી જાય તો બુમા બુમ કરી મૂકે. ભારતમાં તો તમે આવા ઘણા દૃશ્યો જોયા હશે, પરંતુ હાલ આવા દૃશ્યો સ્પેનની સંસદમાં જોવા મળ્યા હતા. જ્યાં એક ઉંદર ઘુસી આવ્યો હતો.

સ્પેનની સંસદમાં ઉંદર ઘુસવાના કારણે હોબાળો મચી ગયો હતો. સાંસદો પણ કામકાજ છોડીને ભાગતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્પેનના સેવિલેમાં અંડાલુસિયા સંસદમાં કાર્યવાહી ચાલી હરિ હતી. ત્યારે જ અચાનક એક ઉંદર ઘુસી આવ્યો. ઉંદર ઘુસી આવવાની સાથે જ સાંસદો મહત્વપૂર્ણ મુદ્દા ઉપર વોટ આપવાની જગ્યાએ ભાગદોડ કરવા લાગ્યા.

હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં રિજનલ સ્પીકર માર્તા બોસ્કેટ બોલી રહી હતી. ત્યારે જ તેમને સંસદમાં ઉંદર જોયો. તે માઈક્રોફોન ઉપર જ બુમ પાડી ઉઠી. અને પછી સંસદમાં જ પોતાનું મોઢું ઢાંકી લીધું. જેના બાદ સંસદમાં કેટલાક લોકોએ પોતાની સીટ છોડી દીધી અને ભાગદોડ કરવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વાયરલ વીડિયો જોઈને ઘણા લોકો હસી પણ રહ્યા છે અને કોમેન્ટમાં પણ પોતાની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને ઘણા લોકોએ શેર પણ કર્યો છે. તમને પણ આ વીડિયો જોઈને હસવું જરૂર આવી જશે.

Niraj Patel