ચહલ અને તેની મંગેતર ધનશ્રીનો “ધનશ્રીનો રસોડે મેં કોન થા ?” વિડીયો વાયરલ
હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખુબ જ ચર્ચાઈ રહ્યો છે. “રસોડે મેં કોન થા ?”, “સાથ નિભાના સાથિયા” ધારાવાહિકના આ વિડીયો ઉપર બોલીવુડના ઘણા સેલેબ્રીટી પણ પોતાના અંદાજમાં વિડીયો બનાવી રહ્યા છે
તો આ બધામાં હવે ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર યજુવેન્દ્ર ચહલ પણ સામે આવ્યો છે. ચહલે તેની મંગેતર ધનશ્રી સાથે આ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે.
લોકોને ચહલનો આ વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે જેમાં એક છેડેથી ચહલ કોકિલાબેન મોદીના ડાયલોગ ઉપર લિપસિંગ કરે છે તો બીજી તરફ તેની મંગેતર ધનશ્રી પણ ગોપી વહુના ડાયલોગ ઉપર લિપસિંગ કરતી જોવા મળી રહી છે.
ચહલે આ વીડિયોના કેપશનમાં લખ્યું છે કે: “હવે મારી વારી છે. ધનશ્રી, તો જણાવ, રસોડામાં કોણ હતું? અમે કેવું સિંક કર્યું.” આ વીડિયોમાં ચહલ અને ધનશ્રી બને મસ્તી ભર્યા અંદાઝમાં જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
હવે આ વિડીયો ઉપર વેસ્ટ ઇન્ડિઝના ખ્યાતનામ ક્રિકેટર ક્રિસ ગેલે પણ કોમેન્ટ કરીને ચહલને ધમકી આપતા કહ્યું છે કે: “હવે બહુ થયું, આના માટે હું તારું ઇન્સ્ટાગ્રામ પેજ રિપોર્ટ કરી દઈશ.”

જો કે ક્રિસ ગેલ આ મઝાકના અંદાજમાં જ કહી રહ્યો છે. ચહેલે પણ આ વિડીયો શેર કરતા મ્યુઝિક પ્રોડ્યુસર યશરાજ મુખાતેને પણ ટેગ કર્યો છે અને કહ્યું છે કે: “આ લે અમારું વર્જન, તારી ક્રિએટિવિટી પર.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.