કૌશલ બારડ લેખકની કલમે હેલ્થ

રસોડામાં રહેલી આ 4 ચીજો ચામડીના દરેક રોગમાં આપે છે ત્વરીત રાહત

આજે તમારી નજીકના કે આજુબાજુના વ્યક્તિઓનું અવલોકન કરતા જણાશે, કે લગભગ વ્યક્તિઓ ચામડીની કોઈને કોઈ બિમારીથી અવશ્ય પીડાતા જોવા મળશે. પછી એ ખરજવું હોય, ખીલ હોય, ધાધર હોય કે શરીરમાં પર વારેવારે ફૂટી નીકળતી ફોડલીઓ…

તમને ખ્યાલ છે ચામડીના આટલી હદે થનારા રોગો પાછળ સૌથી સામાન્ય કારણ શું છે? આપણા વડવાઓને કદી ખીલ કે ધાધર થયાનું સાંભળ્યું છે? અમુક કિસ્સાઓને બાદ કરતા નહી! આનું કારણ છે એમનો દેશી ખોરાક. આજે આપણે ટાણે-કટાણે જંક ફૂડ, મસાલાયુક્ત ખોરાક અને જે શહેરી ખાણીપીણી પેટમાં પધરાવીએ છીએ તે જ મુખ્ય કારણ છે ચામડીના લગભગ પ્રકારના રોગો પાછળનું.

Image Source

ચામડીના દરેક રોગ માટે અક્સીર ઇલાજ —

અહીં આપણે વાત કરવી છે, એક એવી દવાની જે કોઈ મેડીકલ સ્ટોર પર નહી પણ તમારા ઘરનાં રસોડામાં જ રહેલી છે! એટલે આ ઘરગથ્થુ ઔષધ છે. જાણતા પહેલા એ ચોખવટ પણ કરી દઈએ, કે અહીં જે ઔષધિ જણાવવામાં આવે છે તે વૈજ્ઞાનિક રીતે સિધ્ધ થયેલ હોવા છતાં દરેક ચામડીના દરેક રોગ માટે રાહતકારક ચોક્કસ છે, નાબૂદ કરી શકે એની ગેરેન્ટી નહી. આ ચીજોમાં ‘પોલિફિનોલ’નું પ્રમાણ વધારે હોઈ ચામડીના રોગ માટે અસરકારક સાબાત થાય છે એ વૈજ્ઞાનિક કારણ છે.

Image Source

શું છે રસોડાંની દવા? —

ચામડીની લગભગ દરેક પ્રકારની મુશ્કેલી માટે સિધ્ધ સાબિત થયેલી આ દવા એટલે વધારે કશું નહી: વરિયાળી, લવિંગ, બાદિયાનાં ફૂલ અને હળદર. આ ચાર વસ્તુનું સેવન યોગ્ય રીતે કરવાથી ચામડીના ગમે તે રોગમાં રાહત થવાની.

Image Source

કઈ રીતે લેશો? —

  • 100 ગ્રામ વરિયાળી,
  • એક ચમચી હળદર,
  • 3 બાદિયાનાં ફૂલ,
  • 10-15 લવિંગ
Image Source

ઉપર જણાવેલાં માપ પ્રમાણે આ ચાર વસ્તુ લઈ એનો કરકરો (એકદમ ઝીણો નહી તેવો) ભૂક્કો કરી નાખો. દોઢેક ગ્લાસ જેટલું પાણી ગરમ કરી એમાં આ ભૂક્કો મિશ્ર કરી નાખો. હવે આ મિશ્રણને થોડી વાર ઠરવા દઈ પછી ગાળી લો. હવે ગળાયેલું નવશેકું મિશ્રણ પી જાઓ.

આટલું ધ્યાન તો રાખજો —

યાદ રાખો, કે રાત્રે સૂવા ટાણે એક વાર જ આ નવશેકો ઉકાળો પીવાનો. દિવસમાં એકથી વધારે વાર સેવન ના કરવું. બહેતર છે, કે ભૂક્કો થોડો વધારે કરી રાખો જેથી ત્રણેક અઠવાડિયાં ઉપયોગમાં લઈ શકાય.

Image Source

આડઅસર? —

ના, ઉલટાના વાળ ખરતા હોય એ પણ બંધ થઈ જશે! આયુર્વેદિક દવાઓનું તો સેવન લાભદાયી જ હોય! લગભગ 15 દિવસ સેવન કરો, ફાયદો થશે જ.

[આશા છે, કે આર્ટિકલ પસંદ આવ્યો હશે. આપના મિત્રોને લીંક શેર કરજો જેથી તેઓ પણ કોસ્મેટિક્સમાં ખોટા ખર્ચો બંધ કરીને એકવાર ‘ઘરગથ્થુ વૈદું’ જાણી જૂએ!]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks