ફ્લાઇટ ક્રેશ થતા જ લાશની બાજુમાંથી ચાર લાખનો સામાન લોકો લૂંટી ગયા, રસના ગર્લના પપ્પાનું દુઃખ ફરી છલકાયું

નેપાળ પ્લેન ક્રેશ ઘટનામાં 11 વર્ષની ‘રસના ગર્લ’ નું પણ મૃત્યુ થયેલું હતું, હાલની ઘટના જોઈને પિતાએ કહ્યું, ‘લોકો લાશોની પાસેથી કિંમતી સામાન…’ જાણો સમગ્ર મામલો

હાલમાં જ નેપાળમાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનાએ પૂરી દુનિયાને ઝકઝોર કરી દીધી. જણાવી દઇએ કે, નેપાળમાં આવી દુર્ઘટના પહેલીવાર નથી થઇ. આ પહેલા પણ નેપાળના જોમસમ વિસ્તારમાં વર્ષ 2012માં એક પ્લેન ક્રેશ થયુ હતુ. આ દુર્ઘટનામાં પોપ્યુલર ચાઇલ્ડ એક્ટ્રેસ તરુણી સચદેવે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ પ્લેનમાં તરુણી સાથે તેની માતા ગીતા પણ ટ્રાવેલ કરી રહી હતી. પોતાની દીકરી અને પત્નીને ખોઇ ચૂકેલા તરુણીના પિતા હરિશ સચદેવે જ્યારે હાલમાં જ થયેલ નેપાળ પ્લેન ક્રેશની ખબર સાંભળી તો તેમના ઘા ફરીવાર તાજા થઇ ગયા. તરુણી રસના ગર્લના નામથી પોપ્યુલર હતી.

તેણે ઘણી નાની ઉંમરમાં લોકપ્રિયતા હાંસિલ કરી હતી.તરુણીના પિતાએ કહ્યુ કે, જ્યારે મેં પ્લેન ક્રેશની ખબર સાંભળી તો મને ઘણો ગુસ્સો આવ્યો. આ બધા હજી પણ એલર્ટ નથી થઇ રહ્યા, ખબર નહિ કેટલાના જીવ ગયા છે અને હજી કેટલાના જીવ લેવા માગે છે. આમના પ્લેન જ ઘણા જૂના થઇ ગયા છે. પોતાના ફાયદા માટે કોઇના જીવનું પણ નથી વિચારતા. મારી દીકરી અને પત્ની પણ આવી જ રીતે મારાથી દૂર થઇ ગઇ હતી.હું એ બધા પરિવારવાળાના દુખને મહેસૂસ કરી રહ્યો છું, જેમણે આ દુર્ઘટનામાં પોતાનાને ખોયા છે. ભગવાન તેમને હિંમત આપે અને આ દુખમાંથી બહાર આવવાની શક્તિ આપે.

મનહૂસ દિવસને યાદ કરતા અભિનેત્રીના પિતા જણાવેછે કે હું મુંબઇ હતો અને મારી દીકરી અને પત્ની દર્શન માટે નેપાળ ગયા હતા. મારી દીકરીને જવાનું બિલકુલ પણ મન નહોતુ અને તેનો તો પ્લાન ગોવા જવાનો હતો. તેણે કહ્યુ કે, પપ્પા ગોવા જઇએ અને ત્યાં પેરાગ્લાઇડિંગ કરીશ. જો કે, મારી પત્ની તેની ટીમ સાથે દર્શન માટે જઇ રહી હતી તો તે દીકરીને પણ તેની સાથે લઇ ગઇ. કદાચ મારી દીકરીને એ વાતની ભનક લાગી ગઇ હતી કે કંઇ ખરાબ થવાનું છે. તેણે પ્લેન પર ચઢતા પોતાની એક મિત્રને મેસેજ પણ કર્યો અને કહ્યુ કે, માની લો કે પ્લેન ક્રેશ થઇ જાય તો, હું તને કહી દઉ કે આઇ લવ યુ.

જો કે, એ વાતની ખુશી હતી કે તેણે પોતાની છેલ્લી પેરાગ્લાઇડિંગની ઇચ્છા પૂરી કરી દીધી હતી. તેની મમ્મીએ ફોન પર કહ્યુ હતુ કે, તેણે પોખરામાં પેરાગ્લાઇડિંગ કર્યુ અને તે ખુશ છે. તરુણીના પિતા આગળ કહે છે કે મને એ વાતથી ઘણું દુખ થયુ કે લોકો લાશો વચ્ચે પણ સામાન કેવી રીતે ઉઠાવી લે. મારી પત્ની રોકડા, સોનાના દાગીના, નવો ફોન લઇને ગઇ હતી. કુલ 4 લાખનો સામાન હશે અને મને કંઇ પણ પાછુ ન મળ્યુ. જો કે, મેં મારી પત્ની અને દીકરીને ખોઇ દીધા અને તેમનાથી વધારે શું હોઇ શકે. પણ હું એ લોકોની લાલચ જોઇ દુખી છું.

આ દુર્ઘટનામાં મને બસ મારી દીકરીનો ફોન અને એક ડીવીડી કેસેટ જ મળી હતી. જો કે, બોડી અને સામાન માટે હું નેપાળમાં ઘણો ભટક્યો હતો. આ દરમિયાન મેં વિચાર્યુ હતુ કે મને એંબેસીથી મદદ મળશે, પણ કોઇ સપોર્ટ ન મળ્યો. તેમણે કહ્યુ કે, મારો મિત્ર મનીષા કોઇરાલાના પરિવારથી વાકેફ હતો અને તેમના પરિવારથી મને નેપાળમાં ઘણી મદદ મળી. મને પત્ની અને દીકરીની મોત બાદ નેપાળ સરકાર તરફથી 7 લાખ રૂપિયાનો મુઆવજો મળ્યો હતો.

તેમણે કહ્યુ કે, મારુ કોઇ પોતાનું ન હતુ, હું જે લોકો સાથે નેપાળ પહોંચ્યો તેમણે મને સંભાળ્યો. ત્યાંથી આવ્યા બાદ હું પત્નીની જેમ ભક્તિમાં લાગી ગયો. હું સ્પીરિચુએલિટીમાં પૂરી રીતે છું, મેં ઘરે જ મંદિર બનાવ્યુ છે અને પૂજા સાધનામાં લાગ્યો રહુ છુ. હું આજે સ્પીરિચુએલિટીને કારણે સરવાઇવ કરી રહ્યો છું. હવે જ્યાં સુધી જીવન છે, ત્યાં સુધી ભક્તિમાં જ રહીશ.

Shah Jina