ગુટખા કિંગની દીકરીના શાહી લગ્ન, ડિઝાઈનર ગુલાબી લહેંગાની સાથે દુલ્હને પહેર્યા હીરા-પન્નાથી જડેલા ભારે ઘરેણા

મોટાભાગે એવું બનતું જોયું છે કે બોલીવુડમાં અભિનેત્રીઓનું દિલ કોઈ મોટા બિઝનેસમેન પર આવ્યું હોય. પણ આ વખતે ફિલ્મો સાથે જોડાયેલા પુનિત બાલનનું દિલ બિઝનેસ પરિવાર સાથે સંબધ રાખનારી જાહ્નવી આર. ધારીવાલ પર આવ્યું છે.

ગુટખા કિંગ તરીકે જાણીતા રસિકલાલ માણિકચંદ ધારીવાલની દીકરી જાહ્નવી આર ધારીવાલે પોતાના લાંબા સમયમાં પ્રેમી પુનિત સાથે લગ્ન કરી લીધા છે. મરાઠી ફિલ્મ પ્રોડ્યુસર પુનિત અને જાહ્નવીના લગ્નનો ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ શાહી લગ્નમાં બૉલીવુડ અને ટીવી જગત સાથે જોડાયેલા અન્ય નામી લોકો પણ હાજર રહ્યા હતા.

લગ્નમાં ટેનિસ ખિલાડી લિએન્ડર પેસ, કિમ શર્મા, યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ, શરદ કેલકર, જય ભાનુશાલી જેવા સિતારાઓ નવવિવાહિત જોડીને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. જો કે વર્ષ 2017મા રસિકલાલનું નિધન થઇ ગયું હતું છતાં પણ પરિવારે લગ્નને ભવ્ય બનાવવામાં કોઈ ખામી રાખી ન હતી. ડિઝાઈનર લહેંગો પહેરેલી જાહ્નવી પુનિત સાથે ખુબ જ સુંદર લાગી રહી હતી.

જાહ્નવીએ પોતાના લગ્ન માટે સુંદર ગુલાબી રંગનો લહેંગો પસંદ કર્યો હતો, જેના પર સુંદર એમ્બ્રોડરીથી ભરતકામ કરવામાં આવેલું હતું.જાહ્નવીએ લહેંગો હાફ સ્લીવ બ્લાઉઝ સાથે પહેર્યો હતો અને ડબલ દુપટ્ટા સાથે તે વધુ સ્ટાઈલિશ લાગી રહ્યો હતો.

આ લુક સાથે જાહ્નવીએ હેવી જવેલરી પહેરી હતી. આ સિવાય તેને માથાપટ્ટી, જડાઉ કંગન, અને હાથફુલ પહેર્યા હતા જે તેને રોયલ બનાવી રહ્યા હતા. જયારે પુનિત ક્રીમ રંગની શેરવાની અને મેચિંગ પાઘડી અને સ્તરીત પન્ના હાર સાથે ખુબ જ સુંદર લાગી રહ્યો હતો.

બંન્નેએ 5 ફેબ્રુઆરીના રોજ પુણેમાં સાત ફેરા લીધા હતા.મિત્રોની સાથે આ નવવિવાહિત જોડીએ ખુબ તસવીરો લીધી હતી, જેમાં તેઓ ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. પુનિતે સોશિયલ સાઇટ્સ દ્વારા જણાવ્યું હતું કે 18 વર્ષ પછી જાહ્નવીએ લગ્ન માટે હા કહી હતી અને તે લગ્ન માટે તૈયાર થઇ હતી.

લગ્ન પછી પુનિતે કહ્યું કે,”આ એક લાંબી મુસાફરી રહી છે અને આખરે અમારા લગ્ન થઇ ગયા.જેના પર જાહ્નવીએ કહ્યું કે હું ખુશ છું કે આખરે  આ દિવસ આવી ગયો છે અને હું મારી સફરને એક સાથે આગળ લઇ જવા માટે વધારે રાહ નહિ જોઈ શકું”.

Shah Jina