જીગ્નેશ બારોટ, કિંજલ દવે, કિર્તીદાન બાદ આ ગુજરાતી લોકપ્રિય ગાયિકા પણ લઇ આવ્યા લાખો રૂપિયાની લક્ઝુરિયસ ગાડી, તસવીરો જોઈને આભા બની જશો

ગુજરાતના આ લોકપ્રિય ગાયિકા લઈ આવ્યા લાખો રૂપિયાની ચમચમાતી ફોર્ચ્યુનર કાર, ગીતાબેન રબારીએ આપી શુભકામનાઓ, જુઓ તસવીરો

ગુજરાતના ફિલ્મી કલાકારોની જેમ ગુજરાતની અંદર ગાયકોનો પણ એક મોટો ચાહકવર્ગ છે અને છેલ્લા બે મહિનામાં જ ગુજરાતી ગાયકોએ લક્ઝુરિયસ કાર ખરીદીને તેમના ચાહકો વચ્ચે પણ ઘણી ચર્ચાઓ મેળવી છે. જીગ્નેશ કવિરાજ, કિંજલ દવે, કિર્તીદાન ગઢવી જેવા લોકપ્રિય ગાયકોએ લાખો રૂપિયાની કાર ખરીદી અને તેની તસવીરો પણ તેમને પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

જેના બાદ હવે વધુ એક લોક ગાયિકાએ એક આલીશાન કાર ખરીદી છે, જેનો એક વીડિયો જ ગાયિકાએ ખુદ તેમના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, આ વીડિયો સામે આવ્યા બાદ તેમના ચાહકો પણ ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે અને તેમને આ નવી કાર માટે શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

નવી નક્કોર અને લક્ઝુરિયસ આ કાર ખરીદનાર ગાયિકાનું નામ છે રશ્મિતાબેન રબારી. જેમણે પોતાની આ નવી કારનો વીડિયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે તે કારના શોરૂમમાંથી એક આલીશાન અને લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કાર ખરીદી રહ્યા છે.

વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે તેમના ઘરમાં આવેલી આ નવી કારની પૂજા પણ કરી રહ્યા છે અને ગાડીની અંદર સ્ટેરીંગ ઉપર પણ ચાંદલા કરી રહ્યા છે, જેના બાદ તેઓ કારનું કવર હટાવતા પણ જોવા મળે છે. આ સાથે જ પોતે જ કાર ચલાવી મંદિરે લઈ જઈ અને કારની પૂજા કરાવતા પણ જોવા મળી રહ્યા છે.

આ નવી કાર ખરીદવાનો વીડિયો પોસ્ટ કરવાની સાથે તેમને કેપશનમાં લખ્યું છે, “ઠાકર અને માતાજીના આશિર્વાદથી અને આપ બધાના સ્નેહથી અને આશીર્વાદથી !” રશ્મિતાબેનના આ વીડિયો ઉપર તેમના ચાહકો ઉપરાંત કેટલાક સેલેબ્સે પણ શુભકામનાઓ પાઠવી છે.

કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીએ કોમેન્ટ કરી અને અભિનંદન બેન કહ્યું હતુ, આ ઉપરાંત સોનુ ચારણ અને નીરવ બારોટે પણ કોમેન્ટ કરીને તેમને આ નવી કાર ખરીદવા માટેની શુભકામનો પાઠવી છે. રશ્મિતાબેનની આ નવી ફોર્ચ્યુનર કાર દેખાવમાં ખુબ જ શાનદાર છે.

વાત કરીએ રશ્મિતાબેને ખરીદેલી આ લઝકયુરિયાસ કાર વિશે તો તેમને ફોર્ચ્યુનરનું લીજેન્ડર મોડલ ખરીદ્યુ છે. ઓનલાઇન વેબસાઈટ અનુસાર આ કારની એક્સ શો રૂમ પ્રાઈઝ 40.91 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.આ કાર 2755 CCના દમદાર એન્જીન સાથે આવે છે. દેખાવમાં પણ આ કાર રોયલ લુક આપે છે.

રશ્મિતાબેનની ઇન્સ્ટગ્રામ પોસ્ટ અનુસાર તેમને આ શાનદાર કાર 27 માર્ચના રોજ ખરીદી હતી, અને ત્યારે જ તેમને સોશિયલ મીડિયામાં આ કાર ખરીદવાનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે રશ્મિતાબેન ગુજરાતનું એક જાણીતું નામ છે, તેમના ડાયરા કાર્યક્રમોની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે અને નોટોનો વરસાદ થતો પણ જોવા મળે છે.

Niraj Patel