ટીવીની મશહૂર અભિનેત્રીના પ્રેમીએ કર્યો આપઘાત, ગર્લફ્રેન્ડની મોતના 15 દિવસ બાદ ખાધો ગળે ફાંસો

23 વર્ષિય બ્યુટીફૂલ હિરોઈને કરી આત્મહત્યા તો હવે પ્રેમીએ પણ જાન આપી દીધી…લિવ ઈન પાર્ટનર અને લફરાં કરતા આજકાલના જુવાનો ચેતી જજો હવેથી

છેલ્લા થોડા ઘણા દિવસોથી ઇન્ડસ્ટ્રીમાંથી અનેક ખરાબ ખબરો આવી રહી છે. ઘણી અભિનેત્રીઓએ આપઘાત કર્યો છે, તો ઘણાની મોત પણ થઇ ચૂકી છે. ત્યારે લગભગ પંદરેક દિવસ પહેલા પોપ્યુલર ઉડિયા અભિનેત્રી રશ્મિરેખા ઓઝાએ આત્મહત્યા કરી હતી અને હવે તેના બોયફ્રેન્ડ સંતોષ પાત્રાએ પણ આપઘાત કરી લીધો છે. રીપોર્ટ્સ અનુસાર, 6 જુલાઇ બુધવારના રોજ ઓડિશાના રાઉરકેલાની બસંત કોલોની સ્થિત સંતોષ તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. 23 વર્ષિય રશ્મિરેખાએ 18 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. તેનો મૃતદેહ ભુવનેશ્વરના નયાપાલી વિસ્તારમાં ભાડાના મકાનમાંથી મળી આવ્યો હતો.

પોલીસને ઘટનાસ્થળેથી અભિનેત્રીની સુસાઈડ નોટ પણ મળી હતી, જેમાં કોઈને જવાબદાર ઠેરવવામાં આવ્યા ન હતા. પરંતુ અભિનેત્રીના પિતાએ લિવ-ઈન પાર્ટનર સંતોષ પાત્રા પર આ મામલામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે અભિનેત્રીના આપઘાતના પંદરેક દિવસ બાદ તેના બોયફ્રેન્ડ સંતોષ પાત્રાએ પણ આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીના મોતના થોડા દિવસો પહેલા જ સંતોષ પાત્રાએ બીજી જગ્યાએ રહેવાનું શરૂ કર્યું હતું. આ પહેલા બંને લિવ-ઈનમાં રહેતા હતા. અભિનેત્રીના મોત બાદથી પોલીસ સંતોષની પૂછપરછ કરી રહી હતી.

સંતોષ પાત્રાની માતાનું એવું કહેવું છે કે રશ્મિરેખાના મોત બાદ તેમનો દીકરો સંતોષ માનસિક અસ્વસ્થતાથી એટલે કે ડિપ્રેશનથી પીડાતો હતો. રશ્મિરેખાના મોત બાદ જ તે આ પગલું ભરવાનો હતો, પરંતુ અમે તેને સમજાવતા હતા. અમે પ્રયત્ન કર્યો કે તેણે પોતાને નુકસાન ન કરવું જોઈએ, પરંતુ અમે તેને બચાવી શક્યા નહીં. રશ્મિરેખાના મૃત્યુથી નારાજ થઈને જ તેણે આ પગલું ભર્યું છે. પોલીસ સ્ટેશનેથી પરત ફર્યા બાદ પણ સંતોષ રશ્મિરેખાના મોત વિશે વિચારીને પરેશાન થઈ જતો હતો અને અંતે તેણે આવું આકરું પગલું ભર્યું હતું.

શનિવારે રશ્મિરેખાના મોત પહેલા તેણે અમારા ફોનનો જવાબ આપ્યો ન હતો. બાદમાં સંતોષે અમને તેના મોતની જાણ કરી હતી. અમને ઘરના માલિક પાસેથી ખબર પડી કે સંતોષ અને રશ્મિ પતિ-પત્ની તરીકે રહેતા હતા, પરંતુ અમને આ બાબતો વિશે કોઈ માહિતી નહોતી.રશ્મિરેખાના પિતાએ પોલીસને જણાવ્યું કે તેમણે તેમની પુત્રીને અનેક ફોન કર્યા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. બાદમાં સંતોષે તેને ફોન કરીને રશ્મિના મૃત્યુની જાણ કરી હતી. બંને પતિ-પત્નીની જેમ સાથે રહેતા હતા, તેઓને પણ ઘટનાસ્થળે જઈને આ વાતની જાણ થઈ હતી. આ પછી જ તેમણે સંતોષ પર કેસમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

Shah Jina