આ અભિનેત્રીને કોઈએ પૂછ્યું તેની મનગમતી આઇપીએલ ટીમ વિશે તો આપ્યો એવો જવાબ કે સાંભળીને લોકો ઝૂમી ઉઠ્યા, જુઓ વીડિયો

બોલીવુડના સિતારાઓની જેમ સાઉથના સિતારાઓનો પણ ચાહકવર્ગ ખુબ જ મોટો છે. ત્યારે એમાં પણ અભિનેત્રી રશ્મિકા મંદાનાનું તો કહેવું જ શું ? રશ્મીકાના ચાહકો આખા દેશમાં જ નહીં દુનિયામાં પણ ફેલાયેલા છે. તે સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેના દ્વારા પોતાના ચાહકો સાથે પણ જોડાયેલી રહે છે.

હાલમાં જ રશ્મિકાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ તેને તેની મન ગમતી આઇપીએલ ટીમ વિશે પૂછી લીધું અને તેનો જવાબ રશ્મિકાએ આપતા જ ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.

રશ્મિકાએ પોતાના સોશિયલ મીડિયામાં ચાહકોના ઘણા બધા સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં એક ચાહકે તેને પૂછી લીધું, “મેમ તમારી ફેવરિટ આઇપીએલ ટીમ કઈ છે ? જેનો જવાબ પણ અભિનેત્રીએ ખુબ જ અલગ રીતે આપ્યો હતો.

અભિનેત્રીએ જવાબ આપતા કહ્યું કે, “ઈ સાલા કપ નમદે” જેનો અર્થ થાય છે કે રોયલ ચેલેન્જર બેંગ્લોર. અભિનેત્રીએ જે જવાબ આપ્યો તે રોયલ ચેલેન્જર બેંગ્લોરનું સ્લોગન છે. આ જવાબ સાંભળતા જ આરસીબીના ચાહકો ખુશ થઇ ગયા. રશ્મિકાએ હાથથી હાર્ટનો સિમ્બોલ બનાવીને આ જવાબ આપ્યો હતો. જેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

23 વર્ષની રશ્મિકા મંદાનાને ‘કર્ણાટક ક્રશ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. રશ્મિકા મંદાના તેલુગુ અને કન્નડ ઉદ્યોગની સૌથી મોંઘી અભિનેત્રીઓ છે. રશ્મિકાએ 2016માં ‘કિરિક પાર્ટી’ સાથે કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. 2017માં તેને બે સુપરહિટ ફિલ્મ્સ ‘શાઇન’ અને ‘અંજની પુત્ર’ આપી.

Niraj Patel