અલ્લૂ અર્જુનની શ્રીવલ્લીએ જેવો જ હાથ ઊંચો કર્યો કે ના દેખાવાનું દેખાઇ ગયુ- જુઓ વીડિયો

પુષ્પાની શ્રીવલ્લીએ જેવો જ હાથ ઉછાવ્યો કે થઇ ગઇ Oops મોમેન્ટનો શિકાર- જુઓ વીડિયો

સાઉથ ઇન્ડસ્ટ્રીની ખૂબસુરત અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક રશ્મિકા મંદાના તેના શાનદાર અભિનય અને ક્યૂટનેસ માટે જાણીતી છે. આ દિવસોમાં અભિનેત્રી બોલીવુડમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહી છે, જેના માટે તે સખત મહેનત કરી રહી છે. રશ્મિકા તેના કિલર લુક અને સ્ટાઇલ માટે જાણીતી છે. પરંતુ ઘણી વખત અભિનેત્રી ફેશનની વચ્ચે એવા કપડાં પહેરે છે કે તે તેના માટે જ સમસ્યા બની જાય છે.

રશ્મિકા જયારે એકવાર એરપોર્ટ પર જોવા મળી હતી, ત્યારે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. થોડા સમય પહેલા રશ્મિકા એરપોર્ટ પર લાઇમ કલરના લોન્ગ ટોપમાં જોવા મળી હતી. જેમાં અભિનેત્રીને જોઈને દરેક દંગ રહી ગયા હતા.રશ્મિકા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થતાં જ ચાહકોએ તેને ઘેરી લીધી હતી. ચાહકોને જોઈને તેણે દૂરથી હાથ હલાવ્યો હતો. આ સાથે કેટલાક લોકોએ તેને ગુલદસ્તો પણ આપ્યો હતો. આ દરમિયાન જ્યારે એક્ટ્રેસે પોતાનો હાથ ઉપરની તરફ ઊંચો કર્યો ત્યારે ઉપ્સ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ ગયુ.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જો કે તમને જણાવી દઇએ કે, આ વીડિયો વર્ષ 2021નો છે. આ પહેલીવાર નથી કે જ્યારે એક્ટ્રેસની ઓપ્સની મોમેન્ટ આ રીતે કેમેરામાં કેદ થઈ હોય. આ પહેલા પણ રશ્મિકા ઘણી વખત ઓપ્સ મોમેન્ટની ઝપેટમાં આવી ચુકી છે. લાઈવ પ્રોગ્રામ દરમિયાન પણ રશ્મિકાને શરમનો સામનો કરવો પડ્યો હતો અને તેની થોડી બેદરકારી લાંબા સમય સુધી સમાચારમાં રહી હતી.વર્કફ્રન્ટની વાત કરીએ તો, રશ્મિકા મંદાના ટૂંક સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘મિશન મજનૂ’થી બોલિવુડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે.

આ સિવાય તે હેન્ડસમ હંક રણબીર કપૂર સાથે ફિલ્મ ‘એનિમલ’માં પણ જોવા મળશે. વર્ષ 2016માં રશ્મિકાએ કન્નડ ફિલ્મ ‘કિરિક પાર્ટી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે, તે ઘણી બધી ફિલ્મોમાં જોવા મળી નથી પરંતુ તેણે ઘણી લોકપ્રિયતા હાંસિલ કરી લીધી છે. તેને વર્ષ 2020 નેશનલ ક્રશનો પણ ટેગ મળેલો છે. અલ્લૂ અર્જુન સ્ટારર પુષ્પા ફિલ્મથી રશ્મિકાની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો છે.

Shah Jina